નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મહાસંગ્રામઃ છેલ્લે ચૂંટણી પંચે ક્યારે ક્યારે યોજી હતી લોકસભાની ચૂંટણી?

નવી દિલ્હીઃ દેશમાં અત્યાર સુધીમાં લોકસભા (Loksabha Election 2024)ની 17 ચૂંટણી યોજવામાં આવી હતી. મોબાઈલ અને ઈન્ટરનેટના યુગમાં પ્રવૃત્ત આજની પેઢીને ઈલેક્શન વિશે વધુ કોઈ જાણકારી હશે નહીં, પરંતુ પહેલી લોકસભાની ચૂંટણી બહુ લાંબી ચાલી હતી. સ્વતંત્રતા પછી ભારતની સૌથી પહેલી લોકસભાની ચૂંટણી સૌથી લાંબી ટેસ્ટ મેચ સમાન હતી, જે સફળતાપૂર્વક પાર પાડી હતી.

દેશમાં પહેલી લોકસભાની ચૂંટણી 25 ઓક્ટોબર, 1951થી 21 ફેબ્રુઆરી 1952 સુધી ચાલી હતી. બીજી ચૂંટણી પણ 24 ફેબ્રુઆરીથી 14 માર્ચ, 1957 સુધી ત્રીજી ચૂંટણી 19થી 25 ફેબ્રુઆરી 1962 સુધી ચાલી હતી. ચોથી લોકસભાની ચૂંટણી 17થી 21 ફેબ્રુઆરી, 1967, પાંચમી એકથી 10 માર્ચ, 1971, છઠ્ઠી 16થી 20 માર્ય 1977, સાતમી ત્રણથી છ જાન્યુઆરી 1980 યોજી હતી.

આઠમી 24થી 28 ડિસેમ્બર 1984, નવમી 22થી 26 નવેમ્બર 1989, દસમી ચૂંચમી 20 મેથી 15મી જૂન, 1991, અગિયારમી 27 એપ્રલિથી 30 મે 1996, બારમી 16 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી 1998, ત્યારબાદ તેરમી પાંચમી સપ્ટેમ્બરથી છ ઓક્ટોબર 1999 સુધી ચાલી હતી. 14મી ચૂંટણી 20 એપ્રિલથી 10 મે 2004, પંદરમી 16 એપ્રિલથી 13 મે 2009, 16મી ચૂંટણી સાતમી એપ્રિલ 2014થી 12મી મે સુધી અને સત્તરમી ચૂંટણી 11 એપ્રિલથી 19 મે, 2019 વચ્ચે યોજવામાં આવી હતી. અને એનું પરિણામ 23મી મેના રોજ આવ્યું હતું.

2019ની ચૂંટણીમાં 543 બેઠક પરથી ચૂંટણી યોજવામાં આવી હતી. કુલ 543 બેઠક પરથી ભાજપની આગેવાની હેઠળના એનડીએના ગઠબંધનને 351, કોંગ્રેસના ગઠબંધન હેઠળના ગઠબંધન યુપીએને 90 તથા સમાજવાદી પાર્ટી-બહુજન સમાજવાદી પાર્ટીને 15 બેઠક પર વિજય થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button