નેશનલ

MP’s Oath: મહારાષ્ટ્રના સાંસદોએ આટલી ભાષામાં લીધા શપથ…

નવી દિલ્હીઃ સંસદના નીચલા ગૃહના પ્રથમ સત્રના બીજા દિવસે મંગળવારે 18મી લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યોની શપથવિધિ ફરી શરૂ થઈ હતી. શપથ લેનારા અગ્રણી સભ્યોમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા નારાયણ રાણે, એનસીપીના સુપ્રિયા સુળે, શિવસેના (યુબીટી)ના અરવિંદ સાવંત અને શિવસેનાના શ્રીકાંત શિંદેનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના અમુક સાસંદોએ મરાઠી ભાષામાં શપથ લીધા હતા.

શપથ લીધા પછી સુલેએ પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબના ચરણસ્પર્શ કર્યા હતા અને ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પાસેથી આશીર્વાદ લીધા હતા. શરૂઆતમાં પ્રોટેમ સ્પીકરે કહ્યું કે લોકસભાના 262 નવા ચૂંટાયેલા સભ્યોએ સોમવારે શપથ લીધા અને બાકીના મંગળવારે શપથ લેશે. આજે શપથ લેનારા મોટાભાગના સભ્યો મહારાષ્ટ્રના હતા અને તેમણે મરાઠીમાં શપથ લીધા હતા, જ્યારે કેટલાકે અંગ્રેજી અને હિન્દીમાં શપથ લીધા હતા.

આ પણ વાંચો: PM Modi Oath Taking: મોદી અને નીતીશ કુમારમાંથી કોણે સૌથી વધુ વખત શપથ લીધા છે, જાણો

આજે શપથ લેનાર પ્રથમ સાંસદ ગોવાલ કાગડા પડવી હતા, જે નંદુરબાર મતવિસ્તારમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય હતા. તેમના પછી શોભા દિનેશ બચ્છવ (કોંગ્રેસ), જેઓ ધૂળેથી ચૂંટાયા હતા અને સ્મિતા ઉદય વાળા (ભાજપ), જેઓ જળગાંવથી ચૂંટાયા હતા.

ગૃહમાં હાજર રહેલા લોકોમાં કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ અને પ્રહલાદ જોશી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, ડીએમકેના ટી આર બાલુ, ટીએમસીના મહુઆ મોઇત્રા અને અકાલી દળના હરસિમરત કૌર બાદલ અન્ય લોકો હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ