Mahakumbh 2025: મધ્ય રેલવેએ પણ કુંભ સ્પેશિયલ ટ્રેનની કરી જાહેરાત
મુંબઈઃ મહાકુંભ નિમિત્તે પશ્ચિમ રેલવેના માફક હવે મધ્ય રેલવેએ વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. દર બાર વર્ષે યોજાતો કુંભ મેળો હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે. વિશ્વભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ કુંભમેળામાં પહોંચે છે. આ વર્ષે 13 જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ ખાતે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે મધ્ય રેલવે સીએસએમટી /પુણે-મઉ અને નાગપુર-દાનાપુર વચ્ચે 34 વિશેષ ટ્રેન સેવાઓ ચલાવશે.
1) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – મઉ કુંભ મેળા વિશેષ (14 સેવા)
સીએસએમટીથી મઉ (01033): મધ્ય રેલવેમાં સીએસએમટીથી 09.01.2025, 17.01.2025, 22.01.2025, 25.01.2025, 05.02.2025, 22.02.2025 અને 26.02.2025ના સવારના 11.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:00 કલાકે મઉ પહોંચશે. (7 સેવાઓ)
મઉથી સીએસએમટી (01034): 10.01.2025, 18.01.2025, 23.01.2025, 26.01.2025, 06.02.2025, 23.02.2025 અને 27.2.2025 ના રોજ મઉથી 23.50 કલાકે ઉપડશે બીજા દિવસે 14.30 કલાકે સીએસએમટી પહોંચશે. (7 સેવાઓ)
સ્ટોપ્સ: દાદર, થાણે, કલ્યાણ, ઇગતપુરી, નાશિક રોડ, મનમાડ, જલગાંવ, ભુસાવલ, ખંડવા, તલવડીયા, છનેરા, ખિરકિયા, હરદા, બાનાપુરા, ઇટારસી, પિપરિયા, નરસિંહપુર, જબલપુર, કટની, મૈહર, સતના, માણિકપુર, પ્રયાગરાજ, મિર્ઝાપુર, ચુનાર, વારાણસી, શાહગંજ અને આઝમગઢ.
2) પુણે – મઉ કુંભ મેળા વિશેષ (12 સેવાઓ)
પુણે થી મઉ (01455): પુણેથી 08.01.2025, 16.01.2025, 24.01.2025, 06.02.2025, 08.02.2025 અને 21.02.2025ના રોજ સવારે 10.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:00 કલાકે મઉ પહોંચશે. (6 સેવાઓ)
મઉથી પુણે (01456): મઉથી 09.01.2025, 17.01.2025, 25.01.2025, 07.02.2025, 09.02.2025 અને 22.02.2025ના રોજ 23.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16:45 પુણે પહોંચશે. (6 સેવાઓ)
હોલ્ટ સ્ટેશનઃ દૌડ કોર્ડ લાઈન, અહેમદનગર, બેલાપુર, મનમાડ, જલગાંવ, ભુસાવલ, ખંડવા, તલકડિયા છનેરા, ખિરકિયા, હરદા, બાનાપુરા, ઈટારસી, પીપરિયા, નરસિંહપુર, જબલપુર, કટની, મૈહર, સતના, માણિકપુર, પ્રયાગરાજ, મિર્ઝાપુર , વારાણસી, શાહગંજ અને આઝમગઢ.
3) નાગપુર – દાનાપુર કુંભ મેળા વિશેષ (8 સેવાઓ)
આ પણ વાંચો : Maha Kumbh 2025: ગુજરાતમાંથી કુંભમેળામાં સ્નાન કરવા જવું છે? જોઈ લો ટ્રેનનું લિસ્ટ
નાગપુર થી દાનાપુર (01217): નાગપુરથી 26.01.2025, 05.02.2025, 09.02.2025 અને 23.02.2025 ના રોજ સવારે 10.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે દાનાપુર પહોંચશે. (4 સેવાઓ)
દાનાપુરથી નાગપુર (01218): દાનાપુરથી 27.01.2025, 06.02.2025, 10.02.2025 અને 24.02.2025 ના રોજ 16.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.30 કલાકે નાગપુર પહોંચશે. (4 સેવાઓ)
સ્ટોપ્સ: નરખેર, આમલા, બૈતુલ, ઇટારસી, પિપરિયા, નરસિંહપુર, જબલપુર, કટની, મૈહર, સતના, માણિકપુર, પ્રયાગરાજ , મિર્ઝાપુર, ચુનાર, પં. દીન દયાલ ઉપાધ્યાય જંકશન, બક્સર અને આરા
બુકિંગ: કુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નંબર 01033, 01455 અને 01217 માટે વિશેષ દરે બુકિંગ 20.12.2024થી તમામ પીઆરએસ કેન્દ્રો અને વેબસાઇટ www.irctc.co.in પર ખૂલશે. આ સ્પેશિયલ ટ્રેનોમાં સામાન્ય સેકન્ડ ક્લાસ કોચ અનરિઝર્વ્ડ કોચ તરીકે ચાલશે અને યૂટીએસ મારફત પણ ટિકિટ બુક કરી શકાશે.