મધ્ય પ્રદેશમાં ટ્રકમાંથી રૂ.11 કરોડના 1500 આઇફોનની ચોરી, 3 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી…

સાગર: મધ્યપ્રદેશના સાગર વિસ્તારમાં લુંટની એક ચોંકવાનારી ઘટના બની હતી, લુંટારાઓએ આઈફોન લઈને જઈ રહેલા ટ્રક પર ધાડ પાડી (iPhones looted in Madhyapradesh) હતી. આ ઘટનામાં 11 કરોડ રૂપિયાના લગભગ 1500 આઈફોનની લૂંટની ચલાવવામાં આવી. અહેવાલ મુજબ લૂંટારુઓએ ટ્રક ચાલકને નશીલા પદાર્થ ખવડાવીને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. હવે આ મામલામાં મધ્યપ્રદેશ પોલીસે બેદરકારી બદલ એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધો છે અને બે કર્મચારીઓને લાઈન અટેચ કર્યા છે.
આ પણ વાંચો : Apple યુઝર્સ સાવધાન, તમારા iPhone-iPad હેક થઇ શકે છે, કેન્દ્ર સરકારની ચેતવણી
પોલીસ અધિકારીને જણાવ્યા અનુસાર, 15 ઓગસ્ટના રોજ આ લુંટને અંજામ આપવામાં આવ્યો હતો, ટ્રક ડ્રાઇવરને ડ્રગ્સ આપવામાં આવ્યા બાદ લૂંટ ચલાવવામાં આવી હતી.
એડીશનલ સુપ્રિટેડેન્ટ ઓફ પોલીસે જણાવ્યું કે હાલમાં દાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ફોન બનાવતી Appleએ હજુ સુધી પોલીસનો સંપર્ક કર્યો નથી. પ્રારંભિક તપાસ પૂર્ણ થયા પછી ટૂંક સમયમાં કેસ નોંધવામાં આવશે.
આઈફોનથી ભરેલું કન્ટેનર હરિયાણાના ગુરુગ્રામથી ચેન્નાઈ જઈ રહ્યું હતું. જ્યારે ટ્રક નરસિંહપુર જિલ્લામાં પહોંચી ત્યારે લૂંટની ઘટના બની હતી.
બેદરકારી દાખવવા બદલ પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. સાગર ઝોનના પોલીસ મહાનિરીક્ષક પ્રમોદ વર્માએ શુક્રવારે આ કેસમાં બંદરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર ભાગચંદ અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર પાંડેને “લાઈન એટેચ” કર્યા છે. લાઈન એટેચનો અર્થ કોઈ અધિકારીને ફીલ્ડ ડ્યુટીમાંથી દૂર કરવામાં આવશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર શુક્રવારે હેડ કોન્સ્ટેબલ રાજેશ પાંડેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
એડિશનલ એસપીએ જણાવ્યું હતું કે જે કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી તેમણે ઘટના વિશે ટ્રક ડ્રાઈવરે માહિતી આપતા છતાં ફરિયાદ નોંધાવી ન હતી.