Apple યુઝર્સ સાવધાન, તમારા iPhone-iPad હેક થઇ શકે છે, કેન્દ્ર સરકારની ચેતવણી
નવી દિલ્હી: એપલના આઈફોન્સ (iPhones) અને અઈપેડ (iPhones) યુઝ કરતા લોકો માટે ચેતવણીજનક સમાચાર છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં તાજેતરની Appleના iPhones, iPads અને અન્ય કેટલાક ડિવાઈસમાં કેટલીક ખામીઓ અંગે ચેતવણી જાહેર કરી છે, આ ખામીઓની કારણે સંબંધિત ડિવાઈસમાં સ્પુફિંગ અથવા સંવેદનશીલ માહિતી લીક (spoofing or the data leak) થઈ શકે છે. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ તેના સત્તાવાર પ્લેટફોર્મ પર એડવાઇઝરી જાહેર કરી, આ મુદ્દાને ‘અત્યંત ગંભીર’ તરીકે ફ્લેગ કર્યો.
CERT દ્વારા 2 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવેલી એક એડવાઈઝરી મુજબ, “એપલ પ્રોડક્ટ્સમાં બહુવિધ ખામીઓ નોંધવામાં આવી છે જે અટેકર્સને સંવેદનશીલ માહિતીને ઍક્સેસ કરવા, આર્બીટરી કોડનો અમલ કરવા, સુરક્ષા પ્રતિબંધોને બાયપાસ કરવા, ડિનાયલ ઓફ સર્વિસ(DoS) માટે કારણભૂત થઇ શકે છે અને ટાર્ગેટેડ સિસ્ટમ પર સ્પુફિંગ હુમલાઓ થઇ શકે છે.”
કેન્દ્રીય એજન્સીએ 17.6 અને 16.7.9 પહેલાના iOS અને iPadOS વર્ઝન, 14.6 પહેલાના macOS સોનોમા વર્ઝન, 13.6.8 પહેલાના macOS વેન્ચુરા વર્ઝન, 12.7.6 પહેલાના macOS મોન્ટેરી વર્ઝન, 12.7.6 પહેલાના વર્ઝન, વોચઓએસ મોન્ટેરી વર્ઝન, 10.6 સુધી, 17.6 પહેલાના ટીવીઓએસ વર્ઝન, 1.3 પહેલાના વિઝનઓએસ વર્ઝન અને 17.6 પહેલાના સફારી વર્ઝન સહિત Apple ના ઘણા સોફ્ટવેરમાં આ ખામીઓને ફ્લેગ કરી હતી.
CERT એ Apple યુઝર્સને સાઈબર અટેકના જોખમોને ટાળવા માટે કંપની દ્વારા સૂચિબદ્ધ જરૂરી સોફ્ટવેર અપડેટ્સ લાગુ કરવા જણાવ્યું હતું.
એપલે હજુ સુધી તેમની તરફથી કોઈ આ જોખમની પુષ્ટિ કરી નથી. Apple એ ગયા અઠવાડિયે તેના સિક્યોરિટી અપડેટ્સ જાહેર કર્યા હતા, અને આ સૉફ્ટવેરના નવીનતમ વર્ઝન તેની સત્તાવાર વેબસાઇટ પર સૂચિબદ્ધ છે.
આ વર્ષે મે મહિનામાં પણ CERT એ Apple યુઝર્સ માટે એક આવી જ ચેતવણી જારી કરી હતી.