કોલંબસે અમેરિકા શોધ્યો નહોતોઃ હવે મધ્ય પ્રદેશના શિક્ષણ પ્રધાને કર્યો મોટો દાવો
ભોપાલઃ મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષણ પ્રધાન ઈન્દર પરમારે દાવો કર્યો છે કે અમેરિકાની શોધ કોલંબસે નહીં પરંતુ ભારત અને આપણા પૂર્વજોએ કરી હતી. ઈન્દર પરમારે એમ પણ કહ્યું છે કે ભારતની શોધ પણ વાસ્કો ડી ગામાએ કરી નથી, વાસ્કોડીગામા પોતે ‘ચંદન’ નામના ભારતીય નાગરિક સાથે આફ્રિકાના ઝાંઝીબારથી ભારત આવ્યા હતા.
આ પણ વાંચો: મણિપુરમાં શાંતિની માંગનું પ્રદર્શન ફેરવાયું ‘અશાંતિ’માં: ત્રણ જિલ્લાઓમાં કર્ફ્યૂ
ભોપાલની બરકતુલ્લા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી ડો.મોહન યાદવની ઉપસ્થિતિમાં ઉચ્ચ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ભારતના ઈતિહાસમાં અનેક પ્રકારની ભ્રામક વાતો છે.
મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઈન્દર પરમારે દાવો કર્યો છે કે ભારતીયોને ઈતિહાસમાં ઘણા જૂઠાણા શીખવવામાં આવ્યા છે. ઈન્દર પરમારે કહ્યું કે આપણને શીખવવામાં આવ્યું છે કે વાસ્કો ડી. ગામાએ ભારતની શોધ કરી હતી. ભારતનો દરિયાઈ માર્ગ શોધ્યો હતો.
આ પણ વાંચો: Surat માં ગણેશ મંડપ પર મસ્જિદમાંથી થયો હતો પથ્થરમારો, ગુજરાતના ગૃહમંત્રીનું મોટું નિવેદન
પુસ્તકોમાં અભ્યાસક્રમનો સમાવેશ કરનારા વિદ્વાનોએ જો વાસ્કો ડી ગામાની આત્મકથા વાંચી અને ઈતિહાસ કહ્યો હોત તો ભારતના વિદ્યાર્થીઓ અને સમાજને તેમના પૂર્વજોએ જે કર્યું છે તેના પર ગર્વ હોત. ઉચ્ચ શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વાસ્કો ડી ગામા ૧૪૯૮ માં ભારત આવ્યા ત્યારે આફ્રિકાના ઝાંઝીબારમાં વેપાર કરતા આપણા દેશના નાવિક ગુજરાતના ચંદન નામના વેપારી, ત્યાંના બંદરે હતા.
વાસ્કો ડી ગામાએ તેમના દુભાષિયા દ્વારા કહ્યું કે તેઓ ભારત જોવા માંગે છે. ચંદને કહ્યું, હું જાઉં છું, વહાણ મારી પાછળ લઇ આવો. વાસ્કો ડી ગામા લખે છે કે મારા જહાજ કરતા ચંદનનું જહાજ ૩ થી ૪ ગણું મોટું હતું. તે ભારતીય ચંદન નામના વેપારીની પાછળ ભારત આવ્યા હતા. ઈતિહાસકારોએ ભારતીય વિદ્યાર્થીઓને ખોટું શીખવ્યું છે કે વાસ્કો ડી ગામાએ ભારત અથવા ભારતના દરિયાઈ માર્ગની શોધ કરી હતી.
આ પણ વાંચો: ખાખી માટે તૈયાર થઈ જાઓ: હસમુખ પટેલે શારીરિક કસોટીની તારીખોને લઈને આપ્યું મહત્વપૂર્ણ અપડેટ…
મંત્રી ઈન્દર પરમારે કહ્યું કે ભારતીય વિદ્યાર્થીઓને એ પણ શીખવવું જોઈએ કે કોલંબસ પછીના લોકોએ અમેરિકામાં કેવી રીતે અત્યાચાર કર્યા અને આદિવાસી સમાજને ખતમ કરવાનું કામ કર્યું. ત્યાંનો સમાજ પ્રકૃતિની પૂજા કરતો હતો અને સૂર્યનો ઉપાસક હતો. કેવી રીતે તેમની હત્યા કરવામાં આવી. પરંતુ કમનસીબે સાચી હકીકતો શીખવવામાં આવી નથી. ઉપરથી ભારતીય વિદ્યાર્થીઓને શીખવવામાં આવ્યું કે કોલંબસે અમેરિકાની શોધ કરી.