પોલીસ ઓફિસરની પત્નિએ પુત્રની હત્યાનો કર્યો પ્રયાસ, બીજા દિવસે પત્નિની જ મળી લાશ. ઓફિસર શંકાના દાયરામાં

લખનઉ, ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશમાં પોલીસ અધિકારીની પત્ની નિતેશ આત્મહત્યા કરી હતી તે મામલે અત્યારે મોટી અપડેટ સામે આવી છે. મહત્વની વાત એ છે કે, નિતેશના ભાઈ પોલીસ અધિકારી પર ચોંકાવનાર આક્ષેપો કર્યાં છે કે, મુકેશના અનેક મહિલાઓ સાથે અવૈદ્ય સંબંધો હતા તેના કારણે નિતેશ હંમેશા પરેશાન રહેતી હતી. જો કે, સામે પોલીસે અધિકારીએ દાવો કર્યો છે કે, તેની પત્ની નિતેશ માનસિક રીતે બીમાર હતી. પોલીસે આ કેસમાં તપાસ કરી ત્યારે અનેક વિગતો જાણવા મળી છે, જેમાં આ કેસની દિશા બદલાઈ ગઈ છે.
મુકેશના અનેક મહિલાઓ સાથે અવૈદ્ય સંબંધો હોવાનો આક્ષેપ
આ કેસમાં પોલીસ અધિકારી મુકેશ પ્રતાપ સિંહના ઘરના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યાં ત્યારે ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. મુકેશ સિંહની પત્ની નિતેશ સિંહનો મૃતદેહ લખનઉમાં આવેલા તેમના ઘરેથી મળી આવ્યો હતો. મુકેશ સિંહ અત્યારે સીઆઈડી વિભાગમાં ફરજ બજાવે છે. ત્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે મુકેશ સિંહ ઘર પર હાજર નહોતા. પત્ની નિતેશનો મૃતદેહ છત પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે પહેલા આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ અત્યારે નવી વિગતો જાણવા મળી છે.
સીસીટીવી વીડિયો તપાસની દિશા બદલી
એડિશનલ એસપી મુકેશ પ્રતાપ સિંહની પત્ની નિતેશ સિંહનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયોમાં એએસપીની પત્ની નિતેશ પોતાના દીકરાના મોં પર ઓશીકું રાખતી અને ગળું દબાવવાનો પ્રયાસ કરતી પણ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે, આ વીડિયો ફૂટેજ સામે આવ્યા બાદ એએસપીનો તેની પત્ની નિતેશ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ નિતેશે આત્મહત્યા કરી લીધી હોવાની તપાસ દ્વારા જાણવા મળ્યું છે.
નિતેશ તેના મોટા દીકરીને મારવાનો પ્રયત્ન કરી રહી હતી
આ મામલે પોલીસ અધિકારી મુકેશ સિંહનું કહેવું છે કે, તેમની પત્ની મનસિક રીતે અસ્વસ્થ હતી તેના કારણે તે પરેશાન હતો. આ માટે તેમણે પોતાના ઘરે સીસીટીવી કેમેરા લગાવ્યાં હતા. ત્યારે તેણે મંગળવારના સીસીટીવી વીડિયો જોયો ત્યારે તે ચોંકી ગયો હતો. વીડિયામાં નિતેશ તેના મોટા દીકરીને મારવાનો પ્રયત્ન કરી રહી હતી. જેથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો પણ થયો હતો. ત્યાર બાદ બીજા દિવસે તેણે આત્મહત્યા કરી લીધી હતી. ઘટનામાં દરેક દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આપણ વાંચો: ભારતીયો માટે સારા સમાચાર, અમેરિકાના આઠ શહેરમાં નવા કોન્સ્યુલર સેન્ટર ખુલશે…