
મુંબઈ/નવી દિલ્હીઃ વૈશ્વિક માર્કેટમાં મોટી ઉથલપાથલ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા વચ્ચે કેન્દ્ર સરકારે આજે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યા પછી હવે ઘરગથ્થુ ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રુપિયાનો વધારો કર્યો છે.
સરકારે એક વર્ષ પછી ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આ અગાઉ સરકારે નવમી માર્ચ, 2024ના ભાવમાં વધારો કર્યો હતો, ત્યારે સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યા હતા. સરકારે એ વખતે ગેસના સિલિન્ડરના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો કર્યો હતો.
આપણ વાંચો: ગુજરાત બજેટ સત્રઃ ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા કોણે કરી માંગ?
14 કિલોના સિલિન્ડરના ભાવમાં વધારો
દેશમાં મોંઘવારી મુદ્દે જાહેર જનતાને જોરદાર ફટકો પડ્યો છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, કેન્દ્ર સરકારે 14 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં પચાસ રુપિયાનો વધારો કર્યો છે, એના પછી ઉજ્જવલા યોજના અન્વયે મળનારા સિલિન્ડરના ભાવમાં 503 રુપિયાથી વધારો કરીને 553 રુપિયા કર્યા છે, જ્યારે ઉજ્જવલા યોજનાનો લાભ નહીં લેનારા ગ્રાહકોને 803 રુપિયાના 853 રુપિયા ચૂકવવા પડશે.
આપણ વાંચો: સુરતમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના; 6 લોકો દાઝ્યા
એલપીજીના વધારા અંગે પેટ્રોલિયમ પ્રધાને શું કહ્યું?
પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરીએ મીડિયાને કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે કિમંતમાં ઘટાડો થઈ રહ્યો છે, તેથી અમે રસોઈ ગેસના ભાવમાં વધારો કરવાનો નિર્મય લીધો છે.
આગામી દિવસોમાં એની સમીક્ષા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે રસોઈ ગેસમાં ઉજ્વલા યોજનાના લાભાર્થીની સંખ્યા 10 કરોડથી વધુ છે. લોકોને હાલના તબક્કે વડા પ્રધાન ઉજ્જવલા યોજના (પીએમયુવી) અન્વયે ગરીબ મહિલાઓને એલપીજી સિલિન્ડર સસ્તા ભાવે પૂરા પાડવામાં આવે છે, જેથી મહિલાઓ ઝડપથી રાંધી શકે.
આપણ વાંચો: સુરતમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા સાત લોકો દાઝ્યા; બેની હાલત ગંભીર…
પહેલી ઓગસ્ટ, 2024થી ભાવમાં હતા સ્થિર
અહીં એ જણાવવાનું કે થોડા મહિના પૂર્વે 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ અગાઉ ઓગસ્ટ 2024માં 14.2 કિલો સિલિન્ડરના ભાવ ફેરફાર કર્યો હતો, ત્યારબાદ કોઈ ફેરફાર કર્યો નહોતો. આઈઓએલના જણાવ્યા મુજબ દિલ્હીમાં રસોઈ ગેસના સિલિન્ડર ભાવ 803 રુપિયા છે, જ્યારે મુંબઈમાં એના ભાવ 802 રુપિયા છે.
કોલકાતા અને ચેન્નઈમાં અનુક્રમે 829 અને 818.50 રુપિયાનો ભાવ છે, જેમાં વધારો થશે. આ અગાઉ સરકારે આજે પેટ્રોલ-ડીઝલને લઈ મોટો નિર્ણય લીધો હતો. એના અન્વયે પેટ્રોલ-ડીઝલ એક્સાઈઝ ડયુટીમાં બે રુપિયાનો વધારો કર્યો છે, પરંતુ એની અસર ગ્રાહકો પર નહીં થાય એની સ્પષ્ટતા કરી હતી.