LPGના ભાવ તો ઘટ્યા પણ સુરક્ષાનું શુંઃ પરગનામાં સિલિન્ડર બ્લાસ્ટમાં આખો પરિવાર હોમાઈ ગયો..

કોલકાતાઃ દેશમાં નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરનાભાવમાં ઘટાડો કર્યો છે. એલીપીજીના ભાવ ઘટવાના અહેવાલ વચ્ચે પરગનામાં સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. જેમાં ચાર બાળકો સહિત સાત લોકોના મૃત્યુ થયા છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લાના પાથર પ્રતિમામાં સોમવારે રાત્રે એક ઘરમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થવાથી ચાર બાળકો, બે મહિલાઓ સહિત સાત લોકોના મૃત્યુ થયા હતા.
પોલીસે જણાવ્યું કે, તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે દાઝેલી મહિલાને સારવાર માટે ખસડેવામાં આવી છે. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો એક જ પરિવારના હોવાની સંભાવના છે. ઘરમાં બે સિલિન્ડર હતા અને ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પોલીસનું અનુમાન છે.
આ પણ વાંચો: અમદાવાદ-બરૌની એક્સપ્રેસમાં લાગી આગ, જાણો રેલવેએ શું કહ્યું?
પોલીસે એમ કહ્યું, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને બચાવ અભિયાન પૂરું થઈ ગયું છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને તપાસ શરૂ છે. ઘરમાં ફટાકડા બનાવવામાં આવતા હતા કે નહીં તેની તપાસ કરવામાં આવશે.