નેશનલ

‘અબકી બાર 400 પાર…’ સામે PM મોદીનો 370 બેઠકનો ટાર્ગેટ, પણ ભાજપ સામે છે આટલા પડકાર

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી હવે દરવાજે આવીને ઊભી છે એમ કહી શકાય (Loksabha election 2024 ). આગામી લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી તૈયારી કરતાંજોવા મળી રહ્યા છે. તેવામાં ‘ભાજપ સરકાર અબકી બાર 400 સે પાર’ના નારા લાગવતી જોવા મળી હતી, પરંતુ આ બધાની વચ્ચે વડા પ્રધાન મોદીએ (PM Modi Speech budget 2024) સોમવારે સંસદમાં પોતાના ભાષણમાં કઈક અલગ જ ગણિત રજૂ કર્યું હતું.

PM મોદીએ પોતાના ભાષણમાં 370 બેઠક પર પોતાના વિજયનો દાવો કરીને ટાર્ગેટ સેટ કર્યો છે. પરંતુ આ ટાર્ગેટ સુધી પહોંચવું એટલું પણ સહેલું નથી. 2019ની ચુંટણીમાં 37 ટકા વોટ સાથે 303 બેઠકો પર જીત મેળવવા ભાજપ સફળ રહી હતી. જે 2014ની સરખામણીમાં 6 ટકા વોટ વધારે મળ્યા હતા અને 21 જેટલી બેઠકો પણ વધારે મળી હતી.

સ્વાભાવિક છે કે ટાર્ગેટ મોટો સેટ કર્યો છે તો મહેનત અને પડકારો પણ વધી ગયા હશે પરંતુ જે રીતે દેશમાં માહોલ ચાલી રહ્યો છે તે હિસાબે એવુ લાગે છે કદાચ 370નો આંકડો ભાજપ માટે એટલો પણ અધરો નહીં રહે. પરંતુ જો આંકડાઓને ધ્યાનમાં રાખીને વાત કરવામાં આવે તો કહી શકાય કે ભાજપને પોતાની અગાઉ જેવી સફળતા રિપીટ કરવી પણ મુશ્કેલી આવી શકે છે.

આજે આપણે અહી દેશના પાંચ વિસ્તારોના મુદ્દાઓની વાત કરીશું જે ભાજપ માટે તેને હલ કર્યા વગર PM નરેન્દ્ર Modiના ટાર્ગેટને પહોંચી વળવા ઘણું જ મુશ્કેલ સાબિત થઈ શકે છે.

1 સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતમાં 25ની જગ્યાએ 50 બેઠકો પર જીત મેળવવી પડશે. ગઈ લોકસભાની ચૂંટણીમાં આંધ્રપ્રદેશની 25 બેઠકો, તમિલનાડુની 39 બેઠકો માંથી એક પણ બહતક મેળવી શકી નહોતી, જ્યારે કેરળની 20 બેઠક પણ ભાજપનું કઈ ઊપજી નહીં શકે તેવું લાગી રહ્યું છે. આ ત્રણેય રાજ્યોની કુલ લોકસભા બેઠકો 84 થાય છે, જેમાં માત્ર ખાતું ખોલવાથી કામ નથી થાય, સારું પ્રદર્શન પણ કરવું પડશે.

370નો આંકડો પાર કરવા માટે પાર્ટીને કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ઓછામાં ઓછી 30 સીટોની જરૂર પડશે, જે એકદમ મુશ્કેલ લાગે છે. આ રાજ્યોની કુલ 101 બેઠકોમાંથી ભાજપ પાસે માત્ર ચાર બેઠકો છે, જે તેલંગણામાં જીતી હતી. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ તે જૂની બેઠકો પણ મેળવવી મુશ્કેલ બની શકે છે.

2 બીજી મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ પછી સૌથી વધારે સાંસદો મહારાષ્ટ્ર માંથી આવે છે. મહારાષ્ટ્રની 48માંથી 23 બેઠક પર ભાજપે ભગવો લહેરાવી દીધો હતો. ભાજપે શિવસેના અને NCPમાં ભંગાણ લાવીને પોતાના હરીફોને કમજોર કરવાની કોશિશ કરી હતી પરંતુ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટી વગર પણ મજબૂત જણાય રહ્યા છે જેને લઈને ભાજપ હજુ પણ પોતાને કમજોર મહેસૂસ કરી રહી છે. જો I.N.D.I.A. ગઠબંધનમાં સરખી બેઠકો પર કામ થયું તો ભાજપ માટે મુશ્કેલીઓ વધી શકે છે.

3 ત્રીજી વાત પૂર્વના રાજ્યોની કરવામાં આવે તો બંગાળ, બિહાર, અને ઓડિસામાં હવે જીત મુશ્કેલ જણાતી આવે છે, કારણ કે ઓડિસામાં બીજેપીના માત્ર 8 સાંસદ છે, જ્યારે 20 બેઠક બીજેડી કબ્જે કરીને બેઠું છે. 370ના ટાર્ગેટને પહોંચી વળવા માટે બંગાળ પણ બધા લાવી શકે છે, કારણ કે જે રીતે TMC મજબૂત થઈને આવી છે તેને જોઈને અહી પણ ભાજપ માટે થોડી વધારે મેહનત માંગી લે છે.

4 ત્યાર બાદ જો ઉત્તરપ્રદેશની વાત કરવામાં આવે તો 2019ની ચૂંટણીમાં 80માંથી 62 બેઠકો મેળવવા ભાજપ સફળ રહી હતી. જેમાથી બે સીટો ગઠબંધન વાળી બેઠકોનો સમાવેશ થાય છે. 2024 ની ચૂંટણીમાં પણ I.N.D.I.A. ગઠબંધન યુપી માટે કમર કસી રહ્યું છે . સપા (સમાજવાદી પાર્ટી)એ કોંગ્રેસને 11 બેઠકની ઓફર આપી છે. જો આ સમજૂતી પાર પડી જાય તો ભાજપ માટે તેનો ટાર્ગેટ મેળવવા અધરું પડી શકે એમ છે.

5 અને છેલ્લે પંજાબ, હરિયાણા, હિમાચલ, કશ્મીર અને દિલ્હીની વાત કરીએ તો આ નાના રાજ્યોમાં પણ ટાર્ગેટ સેટ કરવા માટે એક એક સીટ મેળવવી પડશે. પંજાબમાં AAP ની સરકાર અને જૂનો સાથી અકાલી દળે પણ સાથે છોડી દીધો છે તો પડતી મુશ્કેલીનો અંદાજો લગાવી શકાય છે. 13માંથી 2 સીટ મેળવવી પણ મુશ્કેલ છે.

કશ્મીરમાં 370 હટ્યા પછી આ પ્રથમવાર ચૂંટણી થઈ રહી છે, જે રીતે લદ્દાખમાં વિરોધ ચાલી રહ્યો છે તેને જોઈને ભાજપ માટે ત્યાંની બેઠકો પણ ખતરામાં છે. દિલ્હીમાં 7 બેઠક પર જીત મેળવનારી ભાજપ આ વખતે AAPની મજબૂત પકડ અને I.N.DIA ગઠબંધન સામે થોડી ઢીલી સાબિત થઈ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…