લોકસભા ચૂંટણીઃ નીતિન ગડકરીના રાજકીય વારસદાર કોણ? જાહેર સભામાં કરી જાહેરાત

ભંડારાઃ લોકસભાની ચૂંટણીની પાર્શ્વભૂમિ પર પ્રચાર સભાનો પ્રારંભ થઈ ગયો છે. એકબીજા સામે આરોપ કરવાની મોસમ ખીલી છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રવિવારે ભંડારા જિલ્લાના મોહાડીમાં ભંડારા – ગોંદિયા લોકસભા મતદાર સંઘમાં ભાજપ – મહાયુતિના ઉમેદવાર સુનીલ મેંઢે માટે જાહેર સભાનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે ગડકરીએ તેમના રાજકીય વારસદાર વિશે ફોડ પાડી વાત કરી હતી. માર્ગ વિકાસ અને વાહતુક મંત્રાલય અંતર્ગત તેમણે અનેક નવતર પ્રયોગ કર્યા છે. રાજકીય વારસદાર વિશે તેમણે જણાવ્યું કે ‘ખેડૂતોને કરજમાંથી મુક્તિ અપાવી શકે એવા નેતાની આપણને જરૂર છે.
ALSO READ : લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ ચહેરા ઉતરશે પ્રચારના મેદાનમાં
યુવાનો પાસે કામ કરાવી શકે એવા નેતાની જરૂર છે. જાતીય ભેદભાવ ન રાખવો જોઈએ. મારો પુત્ર, પત્ની અને પુત્રી રાજકારણમાં નથી. એ લોકો ક્યારેય ઉમેદવારી માંગશે નહીં. મેં મારા બાળકોને કહે દીધું છે કે મારી સંપત્તિનો વારસો તમને જ મળશે, પણ રાજકીય વારસો કેવળ ભાજપના કાર્યકર્તાઓને જ મળશે. હું મારો રાજકીય વારસો બાળકોને નહીં, પણ કાર્યકર્તાઓને આપવાનો છું.
લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પૂર્વે મહારાષ્ટ્રના કદાવાર કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નહીં આપે એવી અટકળો વહેતી થઈ હતી, તેનાથી પક્ષ અને વિરોધી પાર્ટીઓએ પણ પ્રતિક્રિયા આપી હતી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ તેમના પક્ષ વતીથી ચૂંટણી લડવાની ઓફર આપ્યા પછી રાજકારણ ગરમાયું હતું. સત્તાવાર રીતે ભાજપે ટિકિટ આપ્યા પછી ગયા મહિને જ ઉમેદવારીપત્ર નોંધાવી હતી.