નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી: 19 માર્ચે કોંગ્રેસ જાહેર કરી શકે છે ચૂંટણી ઢંઢેરો, ખડગેએ PM મોદી પર કર્યો આ કટાક્ષ

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) જાહેર થયા બાદ કોંગ્રેસ પાર્ટી હવે તેનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં લાગી ગઈ છે. આગામી 19 માર્ચે નવી દિલ્હી ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટી(Congress Working Committee)ની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓ પાર્ટ માટે ઘોષણા પત્ર તૈયાર કરવા અંગે વિચાર-વિમર્સ કરશે. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતી (CEC)ની પણ 19થી 20 માર્ચ દરમિયાન બેઠક યોજાવાની સંભાવના છે. જેમાં 19 એપ્રિલથી 7 તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના નામ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને બાદમાં પસંદ કરાયેલા ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર કરવામાં આવશે.

કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે જણાવ્યું હતું કે પાર્ટી માટે સર્વોચ્ચ નિર્ણયો લેતી સમિતિ CWCની બેઠક 19 માર્ચે યોજાશે અને ચૂંટણી મેનિફેસ્ટોના ડ્રાફ્ટને મંજૂરી આપશે જેમાં ન્યાય માટે પાંચ ‘ગેરંટી’ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે પાર્ટી પાંચ ન્યાય – ‘ભાગીદારી ન્યાય’, ‘ખેડૂત ન્યાય’, ‘મહિલા ન્યાય’, ‘શ્રમ ન્યાય’ અને ‘યુવા ન્યાય’ના મુદ્દાઓ પર ચૂંટણી લડશે. 25 ગેરંટી હશે જેની જાહેરાત કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી ચુકી છે.

“મોદીની ગેરંટી”નો દાવો કરનારા પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “આ ગેરંટી કોંગ્રેસ પાર્ટીની છે, કોઈ વ્યક્તિની નથી.” સૂત્રોએ જણાવ્યું કે CEC ચર્ચા કરીને પાર્ટીના ઉમેદવારોને અંતિમ રૂપ આપશે. કોંગ્રેસે અત્યાર સુધીમાં બે અલગ-અલગ યાદીમાં કુલ 82 ઉમેદવારોની જાહેરાત કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…