લોકસભા ચૂંટણીઃ ભાજપે શરુ કર્યું આ અભિયાન, પીએમ મોદીએ આપ્યું આટલું ભંડોળ

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા પહેલી ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવી હતી. ઉમેદવારોની લિસ્ટ બાદ હવે ભાજપ દ્વારા પાર્ટી માટે ડોનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભાજપના ડોનેશન અભિયાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની પાર્ટીને નમો ઍપ વડે ડોનેશન આપ્યું હતું. પીએમ મોદીએ પાઠવેલા ડોનેશનની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
પીએમ મોદીએ શેર કરેલી તસવીરમાં તેમણે ‘નમો એપ’ મારફત પાર્ટીના ફંડમાં 2000 રૂપિયા આપ્યા હતા. પીએમ મોદીએ આ ડોનેશનની રસીદની તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું હતું કે પાર્ટીમાં યોગદાન આપીને આનંદ થયો છે. વિકસિત ભારતના નિર્માણ માટે અમારો પ્રયત્ન મજબૂત કરો. હું દરેક લોકોને ‘નમો ઍપ’ વડે ડોનેશન કરી ભારત નિર્માણનો ભાગ બનવાનો પણ આગ્રહ કરું છું, એમ કહીને પીએમ મોદીએ લોકોને પણ ભાજપના ડોનેશન અભિયાનમાં સામેલ થવાની અપીલ કરી હતી.
પહેલી માર્ચે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ આપણ પાર્ટી ફંડમાં હજાર રૂપિયા આપીને રસીદની તસવીર શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે મેં ભારતને વિકસિત બનાવવા માટે પીએમ મોદીના વિઝનને સમર્થન આપવા માટે ભાજપને ડોનેશન આપ્યું છે. આપણે સૌ આગળ આવીને ‘નમો એપ’ વડે ‘ડોનેશન ફોર નેશન બિલ્ડિંગ’ના જન આંદોલનમાં થઈએ.