દેશમાં મુંબઈ અને દિલ્હી વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શહેર...
નેશનલ

દેશમાં મુંબઈ અને દિલ્હી વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શહેર…

નવી દિલ્હી: વિદ્યાર્થીઓ માટે દેશના શ્રેષ્ઠ શહેરોમાં મુંબઈમાં મોખરાના સ્થાને છે, ત્યાર પછી દિલ્હી, બેંગલુરુ અને ચેન્નઈનો ક્રમ આવે છે. બીજી બાજુ વિદ્યાર્થીઓને પરવડી શકે એવા દુનિયાના શહેરોની યાદીમાં દિલ્હી પ્રથમ છે. ક્યુએસ બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ 2026ના અહેવાલ મુજબ વિદ્યાર્થીઓ માટેના દુનિયાના શ્રેષ્ઠ શહેરોની યાદીમાં પંદરમાં સ્થાન ઉપર આવીને 98મા ક્રમે રહ્યું છે, જ્યારે પાટનગર દિલ્હી પણ સાત સ્થાન ઉપર આવીને 104મા ક્રમે રહ્યું છે.

મુંબઈ બજેટ ફ્રેન્ડલી સિટી
લંડન સ્થિત ક્વાક્વેરેલી સાયમન્ડ્સ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વિશ્વના શ્રેષ્ઠ 150 શહેરોની ‘ક્યૂએસ બેસ્ટ સ્ટૂડન્ટ્સ સિરીઝ રેન્કિંગ-2026’ નામની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી પ્રમાણે દિલ્હી અને મુંબઈને વિશ્વના સૌથી બજેટ ફ્રેન્ડલી શહેરોમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે આ રિપોર્ટ શિક્ષણ માટે સૌથી મોંઘા શહેરોની ગેરસમજણને તોડે છે. આ યાદી પ્રમાણે દક્ષિણ કોરિયાનાનું સિયોલ પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે ટોક્યો બીજા ક્રમે છે.

દિલ્હી વિશ્વનું સૌથી સસ્તું શહેર
QS રેન્કિંગ 2026એ વિદ્યાર્થીઓ માટે વિશ્વનું સૌથી બજેટ ફ્રેન્ડલી શહેર દિલ્હીને જાહેર કર્યું છે. આ શહેર ઓછી ટ્યૂશન ફી અને રહેવાના ખર્ચને કારણે વિદ્યાર્થીઓ માટે આકર્ષક બન્યુ છે. દિલ્હીએ એફોર્ડેબિલિટીમાં 96.5નો ઉચ્ચ સ્કોર મેળવ્યો છે. ભારતના ચાર શહેર – દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નઈએ રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો, જે ભારતની શૈક્ષણિક લોકપ્રિયતા દર્શાવે છે.

ભારતીય શહેરોની રેન્કિંગ
એફોર્ડેબિલિટીમાં મામલે વૈશ્વિક સ્તરે મુંબઈ 98માં સ્થાને, દિલ્હી 104માં, બેંગલુરુ 108માં અને ચેન્નઈ 128માં સ્થાને છે. આ ચારેય શહેરો ટોપ-150માં સામેલ છે. જ્યારે એમ્પ્લોયર એક્ટિવિટીમાં મુંબઈ, બેંગલુરુ અને દિલ્હી ટોપ-60માં સ્થાન ધરાવે છે. ક્યુએસ રેન્કિંગ એફોર્ડેબિલિટી, યુનિવર્સિટીની ગુણવત્તા, વિદ્યાર્થી વિવિધતા અને નોકરીની તકો જેવા પરિબળો પર આધારિત છે. ભારતીય શહેરોએ આ પરિબળોમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી, ખાસ કરીને ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રોજગારની તકોમાં. આ સિદ્ધિ ભારતને વૈશ્વિક શિક્ષણનું આકર્ષક કેન્દ્ર બનાવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button