લડકીયોં સે પંગા નહીં લેનેકાઃ જંગલમાં પણ સિંહણોનું રાજ, સાવજ જેવા સાવજે ભાગવું પડ્યું, જૂઓ વીડિયો

સામાન્ય જન જીવનમાં ઘણી વખત એવું સાંભળવા મળતું હોય કે, પુરુષ પોતાની પત્નીથી ડરતો હોય અથવા તો પત્ની તેના પતિ પર નાની વાતમાં ગુસ્સો કરતી હોય. આવુ માત્ર માણસો સાથે નહીં પણ વન્ય જીવ સાથે પણ થાય છે. તમને જાણી હસવું આવશે કે જંગલના રાજા પણ તેની રાણીથી ડરતા હોય. સોશિયલ મીડિયા પર એક સિંહણ અને સિંહનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ‘જંગલનો રાજા’ એટલે કે સિંહ પોતાની ‘રાણી’ એટલે કે સિંહણની સામે શિયાળની જેમ ડરતો જોવા મળે છે. ડરેલા સિંહની હરકતો જોઈ લોક હસીહસીને લોટપોટ થઈ રહ્યા છે.
આ વાયરલ વીડિયોમાં સિંહણ ગુસ્સામાં દેખાય છે અને સિંહ પર પોતાના પંજા વડે સતત હુમલો કરી રહી છે. એક ક્ષણ એવી આવે છે જ્યારે સિંહણ સિંહને એવો ધોબીપછાડ આપે છે કે ‘જંગલનો રાજા’ ગુલાંટ ખાઈને રસ્તાની બાજુના ખાડામાં પડી જાય છે. આ પછી સિંહ સિંહણના ગુસ્સાથી બચવા સિંહ ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ સિંહણ તેને છોડવાનું નામ નથી લેતી, જાણે તેને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો હોય.
વીડિયોનો સૌથી રમુજી ભાગ ત્યારે આવે છે જ્યારે સિંહ પોતાનો જીવ બચાવવા માટે ડરભરી આંખોથી સિંહણ તરફ જુએ છે. તેનો આશ્ચર્ય અને ડરથી ભરેલો ચહેરો જોઈને ગાડીમાં બેઠેલા પર્યટકો પણ હસવાનું રોકી શકતા નથી. આ દૃશ્ય એટલું ફની છે કે દર્શકોને લાગે છે કે સિંહ સાચે જ સિંહણના ગુસ્સાથી થરથર ધ્રૂજી રહ્યો છે.
આ વીડિયો એક એક્સ સોશિય મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. નેટીઝન્સ આ વીડિયોને પતિ-પત્નીના સંબંધ સાથે જોડીને મજેદાર ટિપ્પણીઓ કરી રહ્યા છે. વીડિયો પર એક યૂઝરે લખ્યું, “સિંહણ સાથે પંગો લેતા પહેલાં સિંહ હવે સો વખત વિચારશે.” જ્યારે બીજાએ ટિપ્પણી કરી, “પત્નીઓ સાથે ઝઘડો ન કરવો જોઈએ.”
આ પણ વાંચો…જાફરાબાદ રેન્જમાં થયું હતું 3 સિંહબાળનું મોત! પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો