
નવી દિલ્હીઃ થોડા દિવસો પહેલા લદ્દાખ હિંસા બાદ સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી કેન્દ્ર સરકાર સાથે વાતચીત સ્થગિત રહેશે, લદાખને રાજ્યનો દરજ્જો અપાવવા માટે અંદોલન ચલાવી રહેલા સંગઠન લેહ એપેક્સ બોડીએ (LAB) આ અંગે જાહેરાત કરી છે.
લેહ એપેક્સ બોડીના ચેરમેન થુપસ્તાન છેવાંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રને લદ્દાખમાં ભય, શોક અને આક્રોશના વાતાવરણને દૂર કરવા માટે પગલાં લેવા વિનંતી કરી છે.
આ દરમિયાન કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ(KDA)એ સોમવારે લેહમાં 24 સપ્ટેમ્બરના રોજ થયેલી હિંસા બાદ અટકાયતમાં લીધેલા કાર્યકર્તા સોનમ વાંગચુક અને અન્ય લોકોની તાત્કાલિક અને બિનશરતી મુક્તિની માંગ કરી હતી. તેમજ કેન્દ્રને ચેતવણી આપી હતી કે લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવો અને અન્ય મુખ્ય માંગણીઓ પૂરી કરવામાં તેની નિષ્ફળતા લદાખ લોકોને એકબીજાથી દૂર કરી રહી છે.
હિંસા માટે કેન્દ્ર સરકાર જવાબદાર!
લેહ એપેક્સ બોડી સાથે મળીને લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને અન્ય બંધારણીય સુરક્ષા માટેના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા KDAએ લેહમાં થયેલી હિંસા માટે કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનને દોષી ઠેરવ્યું છે. જેમાં ચાર લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે સુરક્ષા કર્મચારીઓ સહિત ડઝનબંધ અન્ય લોકો ઘાયલ થયા હતા.
લદ્દાખી પ્રદર્શનકારીઓને “રાષ્ટ્રવિરોધી” અને “પાકિસ્તાનની કઠપૂતળીઓ” કહેવા બદલ KDA અને LAB એ કેન્દ્ર પાસેથી માફી માંગવાની પણ માંગ કરી.
વાંગચુકને છોડવામાં આવે:
અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા KDAના સભ્ય સજ્જાદ કારગિલીએ વાંગચુકની બિનશરતી મુક્તિની માંગ કરી હતી. જેમને કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા(NSA) હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા છે અને જોધપુર જેલમાં રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય યુવા નેતાઓને લેહમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો…લદ્દાખમાં હિંસા ભડકાવવા પાછળ કોંગ્રેસનો હાથ! સંબિત પાત્રા એ લગાવ્યા આવા આરોપ