લીકર કેસઃ કેજરીવાલના ઘરે EDનું સર્ચ ઓપરેશન, ‘અટક’ની લટકતી તલવાર
સીએમના નિવાસસ્થાનની બહાર પોલીસના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત લીકર કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરવાલની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. એક પછી એક નવ સમન્સ મોકલ્યા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમ દસમા સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી.
આમ છતાં જો સંતોષજનક કામગીરી થાય નહીં તો વધુ કડક કાર્યવાહી કરી શકાય છે, જ્યારે અટક પણ થઈ શકે છે, એમ વર્તુળોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: લીકર કેસમાં સંજય સિંહ અને સિસોદિયાને કોર્ટે રાહત આપી નહીંઃ ચૂંટણી ટાણે ‘આપ’ને ફટકો
ઈડીના તપાસ અધિકારી જોગેન્દ્ર કેજરીવાલની પૂછપરછ કરી રહ્યા છે. ઘરમાં પણ તપાસ આદરવામાં આવી હતી. એની વચ્ચે કેજરીવાલની લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી, જ્યારે હાઈ કોર્ટના આદેશને પડકારવામાં આવશે. આજે દિલ્હી હાઈ કોર્ટે પણ આ મુદ્દે મહત્ત્વની ટિપ્પણી કરી હતી, જેમાં કેજરીવાલને કોઈ રાહત નહીં આપવાનો આદેશ આપ્યો હતો.
દરમિયાન નોર્થ જિલ્લાના ડીસીપી મનોજ કુમાર મીણા અરવિંદ કેજરીવાલના ઘરે હાજર છે. અનેક એસીપી રેન્કના અધિકારી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા છે. દિલ્હી પોલીસ તરફથી પણ તેમના ઘરની આસપાસ મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આપણ વાંચો: લીકર કેસઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ઈડીએ પાઠવ્યું આઠમું સમન્સ
અન્ય અધિકારીએ કહ્યું હતું કે ઈડીની ટીમ સીએમ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી ગઈ છે. એસીપી રેન્કના અનેક અધિકારી સીએમના નિવાસસ્થાને છે. છથી આઠ અધિકારી સીએમ કેજરીવાલના ઘરે પહોંચ્યા છે, જ્યારે સમન્સ માટે ગયા છે. આ અગાઉ ઈડીએ સીએમ કેજરીવાલને નવ સમન્સ પાઠવી ચૂકી છે, જ્યારે આજે દસમું સમન્સ આપ્યું છે.