Ahmedabad ની જેલમાં બંધ ગેંગસ્ટર Lawrence Bishnoiએ મિત્રને કોલ કર્યાનો કથિત વિડીયો વાયરલ

અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad)શહેરની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ(Lawrence Bishnoi)પાકિસ્તાનના મિત્રને વીડિયો કોલ કથિત વીડિયો વાયરલ( Viral Video)થયો છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ પ્રખ્યાત લોરેન્સે સાબરમતી જેલમાંથી એક મિત્રે વીડિયો કોલ કર્યો છે. તેણે બકરી ઈદનો તહેવાર હોવાથી પાકિસ્તાનમાં મિત્રને અમદાવાદ જેલમાંથી વીડિયો કોલ કર્યો હોવાની બાબત સામે આવી છે. જો કે આ અંગે રાજય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે. આ અંગે આજે સવારે જાણ થઈ છે. સત્ય જાણવાનું બાકી છે. આવી ઘટના બની હોય તો ખોટી બાબત કહેવાય.
કથિત વીડિયો કોલથી જેલ તંત્ર પર સવાલો
લોરેન્સને સાબરમતી જેલની વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યારે લોરેન્સ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો એ એક સવાલ છે. આ કથિત વીડિયો કોલથી જેલ તંત્ર પર સવાલો ઉઠ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગત સપ્ટેમ્બર, 2023 ના સમય દરમિયાન પણ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો જેલથી વીડિયો કોલનો વીડિયો વાયરલ થયો હતો. નાસિર-જુનૈદ હત્યાકાંડમાં રાજસ્થાન પોલીસના કેદમાં રહેવા દરમિયાન મોનુ માનેસર અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વીડિયો સામે આવ્યો હતો. જે મામલે પણ તપાસ કરાઈ હતી. વીડિયો 16મી સપ્ટેમ્બર 2023ના રોજ ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો.
Also Read –