નેશનલ

ISRO ના Proba-3 મિશનનું લોન્ચિંગ મોકૂફ રખાયું, જાણો સમગ્ર મિશન અંગે

નવી દિલ્હી: ઇસરો(ISRO)દ્વારા આજે લોન્ચ કરવામાં આવનાર “PSLV-C59 રોકેટ/PROBA-3 મિશન” ટેક્નિકલ ખામીને કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે. હવે આ લોન્ચ આવતીકાલે ફરી કરવાનું શિડ્યૂલ કરવામાં આવ્યું છે. ઇસરો ગુરુવારે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી 16:12 કલાકે મિશન લોન્ચ કરશે.

ઈસરોએ પ્રોબા મિશન શરૂ કર્યું

PROBA-3 એ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)નું એક મિશન છે. PROBA-3 મિશન સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે. ESA અનુસાર, ‘PROBA-3’ મિશન સૂર્યના વાતાવરણના સૌથી બહારના અને સૌથી ગરમ સ્તરનો અભ્યાસ કરશે.

સૂર્યના બાહ્ય વાતાવરણને સૂર્યનો કોરોના કહેવામાં આવે છે. ઈસરોની વ્યાપારી શાખા ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) આ મિશનમાં સહકાર આપી રહી છે. ઈસરોએ પહેલાથી જ બે પ્રોબા મિશન લોન્ચ કર્યા છે. પ્રથમ લોન્ચ 2001 માં PROBA-1 હતું. બીજું PROBA-2 મિશન 2009માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરો બંને મિશનમાં સફળ રહ્યું હતું.

આપણ વાંચો: ભારતના Gaganyaan મિશન માટે તૈયારીઓ પૂરજોશમાં, ઇસરોએ આપી આ માહિતી…

બીજું અવકાશયાન કોરોનાગ્રાફ છે

પ્રોબા-3 મિશન બે મુખ્ય અવકાશયાનથી લોન્ચ કરવામાં આવશે. પ્રથમ ઓક્યુલ્ટર છે જેનું વજન 200 કિલો છે. બીજું અવકાશયાન કોરોનાગ્રાફ છે. જેનું વજન 340 કિલો છે. લોન્ચ કર્યા બાદ બંને ઉપગ્રહ અલગ થઈ જશે. આને પછીથી સૌર કોરોનોગ્રાફ બનાવવા માટે એકસાથે મૂકવામાં આવશે.

પ્રોબા-3 મિશન યુરોપિયન દેશોનો ભાગીદારીનો પ્રોજેક્ટ

પ્રોબા-3 મિશન યુરોપના કેટલાક દેશોનો ભાગીદારી પ્રોજેક્ટ છે. આ દેશોના જૂથમાં સ્પેન, પોલેન્ડ, બેલ્જિયમ, ઇટાલી અને સ્વિટ્ઝરલેન્ડનો સમાવેશ થાય છે. આ મિશનની કુલ કિંમત લગભગ 200 મિલિયન યુરો હોવાનું કહેવાય છે.

આપણ વાંચો: Chandrayan 3 જે સ્થળે લેન્ડ થયું તે સ્થળનું રહસ્ય સામે આવ્યું, ઇસરોએ જણાવ્યું સ્થળનું મહત્વ

પ્રોબા-3 મિશન બે વર્ષ સુધી ચાલશે. આ મિશનની ખાસ વાત એ છે કે તેના દ્વારા પહેલીવાર અવકાશમાં ‘પ્રિસિઝન ફોર્મેશન ફ્લાઈંગ’નું પરીક્ષણ કરવામાં આવશે. આ અંતર્ગત બે સેટેલાઇટ એક સાથે ઉડાન ભરશે. આ ઉપગ્રહો સતત એક જ નિશ્ચિત ગોઠવણી જાળવી રાખશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button