નેશનલ

Lal Krishna Advani ની તબિયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને(Lal Krishna Advani) હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેવો છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. તેમને 12 ડિસેમ્બરે દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી 14 દિવસ બાદ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી.

તબીયતમાં ધીમે ધીમે સુધારો

આ અગાઉ, હોસ્પિટલે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ‘ભાજપના દિગ્ગજ નેતા અને ભારતના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી 12 ડિસેમ્બરથી હોસ્પિટલના આઈસીયુમાં ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ છે. તેમની તબીયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.

ઓગસ્ટ મહિનામાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

અડવાણીને પણ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ તેઓ ન્યુરોલોજીસ્ટ ડૉ. વિનીત સૂરીના નિરીક્ષણ હેઠળ હતા. તેમની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી હતી.

આપણ વાંચો: લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડતા અપોલો હોસ્પિટલમાં દાખલ

તેના એક મહિના પહેલા 26 જૂને રાત્રે 10:30 વાગ્યે તેમને દિલ્હી એમ્સના યુરોલોજી વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. અમલેશ શેઠની દેખરેખ હેઠળ દિલ્હી એઈમ્સમાં તેમની સારવાર કરવામાં આવી હતી અને બીજા દિવસે તેમને રજા આપવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે, લાલકૃષ્ણ અડવાણીને આ વર્ષે 30 માર્ચ 2024 ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ કરાચી (જે હાલના પાકિસ્તાનમાં છે)માં થયો હતો. તેમણે 8 નવેમ્બરે પોતાનો 98મો જન્મદિવસ ઉજવ્યો. તેઓ 1942માં સ્વયંસેવક તરીકે આરએસએસમાં જોડાયા હતા. તેઓ 1986 થી 1990 સુધી ફરીથી 1993 થી 1998 અને 2004 થી 2005 સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button