સોનમ વાંગચુક સામે મોટી કાર્યવાહી; SECMOL સંસ્થાનું FCRA લાઇસન્સ રદ

નવી દિલ્હી: બુધવારે લદાખમાં થયેલી હિંસા બાદ અંદોલનના નેતા અને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી (Action against Sonal Wangchuk) છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)એ સોનમની સંસ્થાઓ સામે કાર્યવાહી શરુ કરી છે. એવામાં અહેવાલ છે કે ગૃહ મંત્રાલયે સોનમ વાંગચુકની સંસ્થા સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) નું ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ લાઇસન્સ રદ કર્યું છે. આરોપ છે કે SECMOLએ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
અહેવાલ મુજબ SECMOL ને 10 સપ્ટેમ્બરના રોજ ચાર પ્રશ્નો સાથે કારણ બતાવો નોટિસ પણ પાઠવવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમના ઉશ્કેરણીજનક ભાષણોને કારણે ટોળાને ભાજપ કાર્યાલયને આગ લગાવી દીધી અને લદ્દાખ ચૂંટણી અધિકારી પર હુમલો કરવામાં આવ્યો.
આ પણ વાંચો: CBIએ સોનમ વાંગચુક સામે તપાસ શરૂ કરી, નાણાંકીય ગેરરીતિની આશંકા
સોનમ વાંગચુકે ગુરુવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલએ લગાવેલા આરોપને ફગાવી દીધા હતાં. તેમણે કહ્યું કે પ્રદેશના મુખ્ય મુદ્દાઓને અવગણવા માટે તેમને “બલિનો બકરો” બનાવવામાં આવી રહ્યા છે.
સોનમ વિરુદ્ધ કાર્યવાહીની તૈયારીઓ:
સોનમ વાંગચુકને લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથેના આંદોલનનો મુખ્ય ચહેરો માનવામાં આવે છે. તેઓ છેલ્લા ઘણાં મહિનાઓથી આ માંગ સાથે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતાં. ગત વર્ષે તેમણે દિલ્હી સુધી પદયાત્રા પણ કરી હતી, જ્યાં તેમની અટકાયત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા સોનમ અને અન્ય આંદોલનકરીઓની માંગ સાંભળવામાં આવી રહી ન હતી.
તાજેતરમાં સોનમ વાંગચુક ઉપવાસ પર બેઠા હતાં, ગઈ કાલે બુધવારે આંદોલને હિંસકરૂપ ધારણ કર્યું હતું. સોનમ વાંગચુકે 15 દિવસથી ચાલી રહલા ઉપવાસ તોડીને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. હવે સોનમ વાંગચુકને શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે. તેમના વિરુદ્ધ કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.