
નવી દિલ્હી: સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાને લઈને અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. કુણાલ કામરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક પોસ્ટ કરી છે. જેમાં હેબિટેટ ક્લબમાં કરેલી તોડફોડની નિંદા કરી છે. આ પોસ્ટમાં કુણાલ કામરાએ લખ્યું કે,”મનોરંજન સ્થળ ફક્ત એક સ્ટેજ છે. તમામ પ્રકારના શો માટેનું સ્થળ. હેબિટેટ (અથવા અન્ય કોઈ સ્થળ) મારી કોમેડી માટે જવાબદાર નથી, કે હું શું કહું છું કે કરું છું તેના પર તેનો કોઈ અધિકાર કે નિયંત્રણ નથી. કે કોઈ રાજકીય પક્ષનો નથી.” એટલું જ નહીં પરંતુ પોતે માફી નહીં માંગે એવું પણ આ પોસ્ટમાં લખેલું છે.…કોઈ આયોજન સ્થળ પર હુમલો કરવો એ મૂર્ખતા: કુણાલ
કુણાલ કામરાએ પોસ્ટમાં આગળ લખ્યું કે, , “કોઈ હાસ્ય કલાકારના શબ્દોને કારણે કોઈ આયોજન સ્થળ પર હુમલો કરવો એ મૂર્ખતા છે. હમણાં જ કુણાલ કામરાએ કરેલી કોમેડીના કારણે વિવાદ સર્જાયો છે, અને કુણાલ કામરાએ જ્યાં આ સ્ટેન્ડ અપ કોમેડિ કરી હતી જે સ્ટુડિયો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેથી કુણાલ કામરાએ પોતાના ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ આ લોકો સામે રોષ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો:કુનાલ કામરાએ જણાવ્યું કે શા માટે તેણે શિંદે પર કરી કોમેન્ટ: ફડણવીસ-ઉદ્ધવે આપ્યું નિવેદન…
આગામી શો માટે કુણાલ કામરાએ આપ્યો જવાબ
આ પોસ્ટમાં કુણાલ કામરાએ કાયદાને લઈને પણ સવાલ કર્યો છે કે, શું કાયદો હવે આ લોકો સામે પણ નિષ્પક્ષ અને સમાન રીતે લાગુ થશે? કુણાલે કહ્યું કે, કોઈ મજાકથી નારાજ થઈને તોડફોડ એ યોગ્ય પ્રતિભાવ છે એવું કોણે નક્કી કર્યું? એટલું જ નહીં પરંતુ કુણાલે કહ્યું કે, હું હવે આગામી શો માટે એલ્ફિન્સ્ટન બ્રિજ અથવા મુંબઈમાં કોઈ સ્થાન પસંદ કરીશ જેને ટૂંક સમયમાં તોડી પાડવાની જરૂર છે.
અભિવ્યક્તિની આઝાદી બાબતે પણ કુણાલે પોસ્ટમાં લખ્યું કે…
કોમેડિયન કુણાલ કામરાને અત્યારે ધમકીઓ પણ ખૂબ મળી રહી છે, તેના સામે કુણાલે કહ્યું કે, ભાષણ અને અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર માત્ર શક્તિશાળી અને અમીર લોકોની ચાપલૂસી કરવા માટે જ ના થવો જોઈએ. એક શક્તિશાળી વ્યક્તિ પાસે જો સાર્વજનિક રૂપે મજાક સહન કરવાની અક્ષમતા મારા કાનુની અધિકારને બદલી શકે નહીં. જ્યાં સુધી હું જાણું છું, આપણા નેતાઓ આપણી રાજકીય વ્યવસ્થાના સર્કસની મજાક ઉડાવે છે એ કાયદાની વિરુદ્ધ નથી? જોકે, મારી સામે થઈ રહેલી કોઈપણ કાનૂની કાર્યવાહી માટે હું પોલીસ અને કોર્ટને સહકાર આપવા તૈયાર છું.’
આ પણ વાંચો:કુણાલ કામરા વિવાદઃ કોલ રેકોર્ડિંગની થશે તપાસ, જાણો દિવસ દરમિયાન શું થયું?
મેં જે કહ્યું તે જ અજિત પવારે એકનાથ શિંદે વિશે કહ્યું હતુંઃ કુણાલ કામરા
કુણાલ કામરાએ ઈન્સ્ટાગ્રામમાં 4 પેજની પોસ્ટ કરી છે. જેમાં કાયદો અને વ્યવસ્થા, સમાન અભિવ્યક્તિની આઝાદી અને અંતમાં પોતે કોઈ પણ પ્રકારની માફી નહીં માગે તેવી વાત પણ લખી છે. કુણાલ કામરાએ પોસ્ટમાં લખ્યું કે, ‘હું માફી નહીં માંગુ. મેં જે કહ્યું તે એકદમ તે જ છે જે અજિત પવારે એકનાથ શિંદે વિશે કહ્યું હતું. હું કોઈ ટોળાઓથી ડરતો નથી અને હું મારા પલંગ નીચે છુપાઈને આ ઘટના શાંત થાય તેની રાહ જોઈશ નહીં’ કોમેડિયન કુણાલ કામરા પોતે કરેલી કોમેડી વિશે કોઈ માફી નહીં માંગે! તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ વિવાદ હજી પણ વધી રહ્યો છે, તેમાં હવે રાજકીય લોકો પણ રસ લેતા હોય તેવું લાગી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, કોઈએ કરેલી મજાક માટે હિંસા પર ઉતરી આવવું જરા પણ યોગ્ય નથી.