ટોપ ન્યૂઝનેશનલ

T-Seriesએ કુનાલ કામરાને મોકલી નોટિસ, તો કોમેડિયને આપ્યો આવો જવાબ…

નવી દિલ્હીઃ સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હજી એક વિવાદ તો પૂરો થયો પણ નથી ત્યારે ફરી મુશ્કેલીઓ વધારતી નોટિસ મળી છે. પોલીસે આપેલી નોટિસ સિવાય અત્યારે કુણાલ કામરાને ફરી એક બીજી નોટિસ આવી છે. T-Seriesએ કુણાલ કામરાને તે વીડિયોને લઈને નોટિસ આપી છે, જેમાં કુણાલની ​​પેરોડી પર કોપીરાઈટનો દાવો કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, કુણાલ કામરાએ જ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાણકારી શેર કરી છે.

કુણાલ કામરાએ T-Seriesને શું જવાબ આપ્યો?

કુણાલે પણ T-Seriesને પોતાનો જવાબ આપ્યો છે. X પર આકરી ટિપ્પણી કરતાં કામરાએ લખ્યું, ‘હેલો @TSeries, કઠપૂતળી બનવાનું બંધ કરો. પેરોડી અને વ્યંગ કાયદેસર રીતે વાજબી ઉપયોગ હેઠળ આવે છે. મેં ગીતો કે મૂળ વાદ્યનો ઉપયોગ કર્યો નથી. જો તમે આ વીડિયો ડિલીટ કરો છો, તો દરેક કવર સોંગ/ડાન્સ વીડિયો ડિલીટ થઈ શકે છે. મહત્વની વાત એ છે કે કુણાલ કામરાએ આ વીડિયો હટાવી દેવામાં આવે તે પહેલા જોઈ લેવા માટે પણ અપીલ કરી છે. આ વિવાદ હવે દિવસેને દિવસે સતત વધી રહ્યો છે.

આ પણ વાંચો: કુણાલના કારનામાઃ હવે નાણા પ્રધાન પર નિશાન સાધીને વીડિયો પોસ્ટ કર્યો

શું હતો આ વિવાદ?

વિવાદ એવો છે કે, કુણાલ કામરાએ થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ લીધા વગર જ તેમના પણ કોમેડી કરી હતી. એટલું જ પરંતુ એકનાથ શિંદે પર કુણાલ કામરાએ વ્યંગાત્મક ગીત પણ ગાયું હતું. જેને લઈને આ સમગ્ર વિવાદ શરૂ થયો હતો. ત્યાર બાદ કુણાક કામરાએ જ્યારે શો કર્યો હતો તે સ્ટૂડિયોને પણ તોડી પાડવામાં આવ્યો, પોલીસે કુણાલ કામરાને નોટિસ પણ પાઠવી હતી. જ્યારે આ સમગ્ર વિવાદ પર T-Series એ તે વીડિયો માટે કુણાલ કામરાને કોપીરાઈટ નોટિસ મોકલી છે. જો કે, કુણાલે આ નોટિસ માટે T-Seriesને જવાબ પણ આપ્યો છે.

આ પણ વાંચો: હું માફી નહીં માંગું…’સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાનો જવાબ, પરિસ્થિતિ વણસે તેવા એંધાણ…

સોશિયલ મીડિયામાં લોકોએ T-Series પર મોટો આક્ષેપો કર્યા

સોશિયલ મીડિયામાં અનેક લોકો કુણાલ કામરાને સમર્થન પણ આપી રહ્યાં છે. એક વ્યક્તિએ T-Series પર મોટો આક્ષેપ કર્યો છે, તેણે ટિપ્પણી કરતા લખ્યું કે, તમે ટી-સીરીઝ પાસેથી વધારે અપેક્ષા રાખી રહ્યાં છો! T-Series એ ભૂતકાળમાં એ જ ગાયકો અને સંગીતકારોના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે જેમણે તેમના માટે ગીતો બનાવ્યા છે, પછી તે સ્ટેજ પર્ફોર્મન્સ માટે, રિમેક માટે અથવા તેમના પોતાના ગીતોનો ઉપયોગ કરવા માટે હોય. કલ્પના કરો કે ગાયક પોતાના ગીતોનો અત્યારે ઉપયોગ પણ નથી કરી શકતા. લોકો અત્યારે અનેક T-Series પર અનેક પ્રકારના આક્ષેપો કરી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button