Kunal Kamra ને મળ્યો સપા સાંસદ જ્યા બચ્ચનનો સાથ, ઉદ્ધવ ઠાકરે પણ સૂર પુરાવ્યો

નવી દિલ્હી: જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ(Kunal Kamra)મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી મુદ્દે વિવાદ વકર્યો છે. જોકે, આ દરમિયાન કુણાલ કામરાને વિપક્ષી પક્ષોનો ટેકો મળ્યો છે.
જેમા રાજ્યસભા સાંસદ જયા બચ્ચને શિવસેનાના વિરોધને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો છે. આ દરમિયાન, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું છે કે કુણાલ કામરાએ કંઈ ખોટું નથી કહ્યું .
શિવસેના અને કોંગ્રેસે કામરાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો
ઉલ્લેખનીય છે કે કામરાએ હાલમા એક શોમાં એકનાથ શિંદે વિશે કટાક્ષપૂર્ણ ટિપ્પણી કરી હતી. જેની બાદ શિવસેના કાર્યકરોએ આકરો વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યારે વિપક્ષી પક્ષો ખાસ કરીને શિવસેના અને કોંગ્રેસે કામરાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે.
આપણ વાંચો: કુણાલ કામરાનો શો યોજીને The Habitat studio મુશ્કેલીમાં ફસાયો; BMCએ ડિમોલિશન ડ્રાઇવ શરુ કરી
સપા સાંસદ જયા બચ્ચને કુણાલ કામરા વિવાદ પર કહ્યું, “…વાણી સ્વાતંત્ર્ય ક્યાં છે? જ્યારે હોબાળો થાય ત્યારે જ કાર્ય કરવાની સ્વતંત્રતા હોય છે. તેમણે આગળ કહ્યું, એકનાથ શિંદે સત્તા માટે મૂળ પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાયા. તો શું આ બાળાસાહેબ ઠાકરેનું અપમાન નથી?”
મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા નથી : નાના પટોલે
કોમેડિયન કુણાલ કામરા વિવાદ અને શિવસેના ના કાર્યકરો દ્વારા તોડફોડ પર કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા નથી. લોકો ડરના લીધે મહારાષ્ટ્ર છોડી રહ્યા છે. ઉદ્યોગો અહીંથી જઈ રહ્યા છે. સરકાર કહે છે કે રાજ્યમાં શાંતિ હોવી જોઈએ પરંતુ તેઓ આવી તોડફોડ કરી રહ્યા છે. તેઓ મહારાષ્ટ્રનો વિનાશ કરવા માંગે છે.
આપણ વાંચો: કુણાલ કામરાએ Ola Electricના શેરમાં ગાબડું પાડ્યું! આટલા ટકાનો ઘટાડો
તેમણે વાત કવિતા સ્વરૂપે કહી
શિવસેનાના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી તોડફોડ અંગે, શિવસેના (યુબીટી) ના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે જ્યાં સુધી કુણાલ કામરાએ શું કર્યું છે. મને લાગે છે કે તેમના દ્વારા કહેવામાં આવેલ દરેક શબ્દ, દરેક વાક્ય સાચું છે.
વિપક્ષના દરેક વ્યક્તિ તેમની પર આ આરોપ લગાવી રહ્યા છે. તેમણે આ વાત કવિતાના રૂપમાં કહી. જો આપણે કહીએ કે આ દેશમાં લોકશાહી છે અને આપણે તેમાં માનીએ છીએ તો આપણે આ બધું સ્વીકારવું જોઈએ.
તોડફોડ દર્શાવે છે કે તેમને દુઃખ થયું છે : પ્રિયંકા ચતુર્વેદી
શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, “તેઓ એક મજાક પર ધમકી આપી રહ્યા છે જેમાં એકનાથ શિંદેનો ઉલ્લેખ પણ નહોતો. તેમની તોડફોડ દર્શાવે છે કે તેમને દુઃખ થયું છે અને મજાક દ્વારા તેઓ જે કહી રહ્યા છે તેમાં સત્ય છે.
તેથી તેમણે આ રીતે હુમલો કર્યો છે તેમણે નાગપુરમાં પણ આવી જ આગ લગાવી હતી. તેઓ હવે મુંબઈમાં પણ આવું કરી રહ્યા છે. આ કેવા પ્રકારની અસહિષ્ણુતા છે?