kolkatta rape case: જજ સામે રડી પડ્યો આરોપીઃ પૉલીગ્રાફી ટેસ્ટ મામલે કહ્યું કે…

કોલકાતાઃ કોલકાતાની મેડિકલ કૉલેજની રેસિડેન્ટ ડૉક્ટર પરના બળાત્કાર અને હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રૉયને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે તે જજ સામે રડી પડ્યો હોવાનું અહેવાલો કહે છે. સંજય રૉયે જજની સામે રડવાનું શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે આ બળાત્કાર અને હત્યામાં મારો કોઈ હાથ નથી, મને ફસાવામાં આવ્યો છે, મેં આવો કોઈ ગુનો કર્યો નથી.
સંજય સહિત અન્ય શંકાસ્પદોની પોલિગ્રાફી મામલે આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે સંજયે કહ્યું કે મેં પોલિગ્રાફી માટે એટલે જ સહમતી આપી છે, જેથી હું દોષી નથી તે સાબિત થાય અને સત્ય બહાર આવે.
આ પણ વાંચો: કોલકાતા રેપ મર્ડર કેસના આરોપીને ફટકારી 14 દિવસની કસ્ટડી…
કોલકત્તા કેસ માત્ર બળાત્કાર અને હત્યા કેસ ન બની રહેતા પૂર્વ પ્રિન્સપાલની ભૂમિકા અને આરોપીને તેમ જ બનાવને છાવરવાની તંત્રની કોશિશોને લીધે વધારે ગૂંચવાયો છે.
ડોક્ટરોએ આ ઘટના બાદ રોષ વ્યક્ત કરતા અને આંદોલન કરતા તંત્ર ભીસમાં આવ્યું અને કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. હાલમાં સાત જણના ટેસ્ટ થઈ રહ્યા છે. હવે સંજય સહિત અન્ય છની પોલિગ્રાફીથી ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ માનવામાં આવે છે.