ટોપ ન્યૂઝનેશનલ

કોલકાતાના ડૉક્ટરો ફરજ પર પરત ફરશે, પરંતુ આદોલન ચાલુ રહેશે, આ સેવાઓ ઠપ્પ રહેશે

Kolkata: આરજી કાર કોલેજમાં રેસીડેન્ટ ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના (Kolkata rape and murder case) બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. દેશભરના ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતાં, દેશના અન્ય ભાગોમાં ડોક્ટર્સ ફરજ પર પરત ફર્યા છે. ત્યારે કોલકાતાના ડોક્ટર્સ હજુ પણ હડતાળ પર અડગ છે. એવામાં અહેવાલ મુજબ જુનિયર ડોકટરો હવે કામ પર પાછા ફરવા તૈયાર થયા છે. ડોકટરોએ હડતાળને આંશિક રીતે જ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે અને માત્ર આવશ્યક સેવાઓ માટે જ કામ કરશે. હડતાલ હજુ પૂર્ણપણે સમાપ્ત થઈ નથી.

જુનિયર રેસિડેન્ટ ડોકટરો 9 ઓગસ્ટથી વિરોધ કરી રહ્યા હતા. મમતા સરકાર આ ડોક્ટરોને કામ પર પાછા ફરવા માટે સતત સમજાવી રહી હતી. ખુદ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પણ ડોક્ટરો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ ડોક્ટરોને કામ પર પાછા ફરવાનું કહ્યું હતું.

21 સપ્ટેમ્બરથી તમામ ડોકટરો કામ પર પાછા ફરશે અને ઈમરજન્સી સેવાઓ ફરી શરૂ થશે પરંતુ ઓપીડી સેવાઓ સ્થગિત રહેશે. વિરોધ કરી રહેલા ડૉક્ટરોએ કહ્યું, “વિરોધના 41મા દિવસે, પશ્ચિમ બંગાળ જુનિયર ડૉક્ટર્સ ફ્રન્ટ કહેવા માંગે છે કે અમે અમારા આંદોલન દરમિયાન ઘણું હાંસલ કર્યું છે.”

ડૉક્ટરોએ કહ્યું કે , ‘ગઈકાલે મુખ્ય સચિવ સાથેની અમારી બેઠક બાદ અમને નબન્ના તરફથી સૂચના મળી છે. નિર્દેશમાં, અમને ખાતરી આપવામાં આવી છે કે સલામતી અને સુરક્ષા અમલીકરણ હાથ ધરવામાં આવશે, પરંતુ તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ક્યારે. અમે હજુ પણ મુખ્ય સચિવને માંગ કરીએ છીએ. ધાકધમકી અટકવી કરવી જોઈએ અને. આવતીકાલે અમે સ્વાસ્થ્ય ભવનથી CGO કોમ્પ્લેક્સ સુધી રેલીનું આયોજન કરી રહ્યા છીએ અને અમારા વિરોધનો અંત લાવી રહ્યા છીએ. અમે શનિવારે કામ પર પાછા ફરી રહ્યા છીએ અને આવશ્યક સેવાઓ ચાલુ રાખીશું. OPD અને OT સેવાઓ સ્થગિત રહેશે કારણ કે અમે ઈચ્છીએ છીએ કે મહિલા સહકર્મીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવે. અમારું આંદોલન ચાલુ રહેશે.’

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…