કોલકાતા લો કોલેજ ગેંગરેપ: ત્રણેય આરોપીને સંસ્થામાંથી હાંકી કઢાયા…

કોલકાતા: દક્ષિણ કોલકાતા લો કોલેજના સત્તાવાળાઓએ ૨૪ વર્ષીય વિદ્યાર્થિની પર ગેંગરેપના કથિત ત્રણ આરોપીને સંસ્થામાંથી હાંકી કાઢ્યા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. કોલેજમાં એડ-હોક ફેકલ્ટી સભ્ય તરીકે ફરજ બજાવતા મુખ્ય આરોપી મોનોજીત મિશ્રા, સંસ્થામાંથી હાંકી કાઢવામાં આવેલા લોકોમાં સામેલ હતા. મિશ્રા, સહ-આરોપી ઝૈબ અહેમદ અને પ્રમિત મુખર્જી, (બંને કોલેજના વિદ્યાર્થી)ની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અશોક કુમાર દેબની અધ્યક્ષતામાં કોલેજના ગવર્નિંગ બોડીની બેઠક બાદ, કોલેજે મિશ્રાની સેવાઓ સમાપ્ત કરવાની અને બે વિદ્યાર્થીને હાંકી કાઢવાની જાહેરાત કરી હતી. કોલેજ પરિસરમાં બનેલી આ ઘટના અંગે લોકોના વધતા રોષ વચ્ચે કોલેજ વહીવટીતંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જે કેમ્પસ સુરક્ષા પ્રોટોકોલમાં જવાબદારી અને સુધારાની માંગણીઓ તરફ દોરી ગઈ છે. કોલેજના વાઇસ-પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર, મિશ્રાની નિમણૂક લગભગ ૪૫ દિવસ પહેલા કરાર આધારિત કરવામાં આવી હતી.
કોલેજના રેકોર્ડ દર્શાવે છે કે મિશ્રા અગાઉ સંસ્થાનો વિદ્યાર્થી હતો અને ૨૦૧૩ માં તેને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તે વર્ષે, કાલીઘાટ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ ચેતલા બ્રિજ પર એક યુવકને છરી મારીને માર મારવાના આરોપ બાદ તેને સંસ્થામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. મિશ્રા પોલીસના રડારથી ગાયબ થઈ ગયો હતો અને ૨૦૧૭માં કોલેજમાં ફરીથી પ્રવેશ મેળવ્યો હતો. તે તૃણમૂલ કોંગ્રેસ છાત્ર પરિષદ સાથે પણ સંકળાયેલો હતો, અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેનો કોલેજમાં નોંધપાત્ર પ્રભાવ હતો.
ડિસેમ્બર ૨૦૧૬માં તેના પર કોલેજ પરિસરમાં તોડફોડ કરવા માટે બહારના લોકોના ટોળાનું નેતૃત્વ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઘટના સંદર્ભે કસ્બા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોઈ અજ્ઞાત કારણોસર કેસ પડતા મૂકવામાં આવ્યા હતા,” એમ ભૂતપૂર્વ વિદ્યાર્થી તિતાસ મન્નાએ એક સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું.
આપણ વાંચો : કોલકાતામાં લૉ કોલેજની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ, ત્રણ આરોપીને પોલીસે દબોચ્યા, જાણો શું છે આખો મામલો