રેલવે દ્વારા પ્રવાસ કરવાના હોવ તો આ વિગતો જાણી લેજો
નિયમિતપણે રેલવે દ્વારા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરતા હોય છે આથી રેલવેના બદલાયેલા સમયપત્રક અથવા ટ્રેનોના રૂટ્સ વગેરેમાં થયેલા ફેરફારો એકસાથે ઘણા પ્રવાસીઓને અસર કરે છે. હાલમાં રેલવે દ્વારા મળેલી માહિતી અનુસાર ગુજરાતમાં અમુક ટ્રેન રદ થઈ છે તો અમુકના રૂટ્સ બદલવામાં આવ્યા છે.
દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝનના અમુક સેક્શનમાં ત્રીજી લાઈન સંબંધીત કામકાજ ચાલી રહ્યું હોવાથી ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે. તો તમે પણ જાણી લો આ નવા માર્ગની વિગતો. જેની વિગતો અમદાવાદ રેલવે મંડળ દ્વારા આપવામાં આવી છે. તો તમે પણ જાણી લો.
⦁ પશ્ચિમ રેલવે દ્વારા ટેક્નિકલ કારણોસર ટ્રેન સંખ્યા 20928/20927 ભુજ-પાલનપુર-ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ 8 ડિસેમ્બર 2023 થી 7 જાન્યુઆરી 2024 સુધી રદ્ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા ટ્રેનસંખ્યા 19405/19406 ગાંધીધામ – પાલનપુર – ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન અગાઉ બદલાયેલા સમય મુજબ દોડશે.
- 10 અને 17 ડિસેમ્બર2023 ના રોજ ગાંધીધામ થી ચાલતી ટ્રેન નંબર 20804ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ પોતાના નિર્ધારીત માર્ગ સૂરત-બલ્લારશાહ-વિજયવાડા-વિશાખાપટ્ટનમ ના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા નાગપુર-રાયપુર-ટિટિલાગઢ-રાયગઢ-વિજયનગરમ ના રસ્તે ચાલશે. આ ટ્રેન વર્ધા-ચંદ્રપુર-બલ્હારશાહ-સિરપુર કાગજનગર-રામગુંડમ-વારંગલ-ખમ્મમ-વિજયવાડા-એલુરુ-રાજમંડ્રી-સામલકોટ-દુવ્વાડા સ્ટેશનો પર નહીં જાય.
- 07અને14ડિસેમ્બર2023 ના રોજવિશાખાપટ્ટનમથી ચાલતી ટ્રેન નંબર 20803 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસ પોતાના નિર્ધારીત માર્ગવિશાખાપટ્ટનમ-વિજયવાડા-બલ્હારશાહ-સૂરત ના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા વિજયનગરમ-રાયગઢ-ટિટિલાગઢ-રાયપુર-નાગપુર ના રસ્તે ચાલશે. આ ટ્રેન દુવ્વાડા-સામલકોટ-રાજમંડ્રી-એલુરુ-વિજયવાડા-ખમ્મમ-વારંગલ-રામગુંડમ-સિરપુર કાગજનગર-બલ્હારશાહ-ચંદ્રપુર-વર્ધા સ્ટેશનો પર નહીં જાય.
- 06 અને 13 ડિસેમ્બર2023 ના રોજ ઓખા થી ચાલતી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેન પોતાના નિર્ધારીત માર્ગ સૂરત-બડનેરા-બલ્હારશાહ-વિજયવાડા-વિશાખાપટ્ટનમ-ખુર્દા રોડ ના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા નાગપુર-રાયપુર-ટિટિલાગઢ-રાયગઢ-વિજયનગરમ ના રસ્તે ચાલશે. આ ટ્રેન ચંદ્રપુર-બલ્હારશાહ-સિરપુર કાગજનગર-મંચિર્યાલ-રામગુંડમ-વારંગલ-વિજયવાડા-એલુરુ-રાજમંડ્રી-સામલકોટ-અનકાપલ્લી-વિશાખાપટ્ટનમ સ્ટેશનો પર નહીં જાય.
- 10 અને 17 ડિસેમ્બર2023 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર20819 પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેન પોતાના નિર્ધારીત માર્ગ ખુર્દા રોડ-વિશાખાપટ્ટનમ-વિજયવાડા-બલ્હારશાહ-બડનેરા-સુરત ના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા વિજયનગરમ-રાયગઢ-ટિટિલાગઢ-રાયપુર-નાગપુર ના રસ્તે ચાલશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ-અનકાપલ્લી-સામલકોટ-રાજમંડ્રી-એલુરુ-વિજયવાડા-વારંગલ-રામગુંડમ-મંચિર્યાલ-સિરપુરકાગજનગર-બલ્હારશાહ-ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.