લો બોલો પહેલા હળદર અને હવે વાજા વગડાવવાના ટ્રેન્ડે મચાવી ધૂમ, જાણો નકલી લગ્નના અસલ ટ્રેન્ડની ખાસીયત

નવી દિલ્હી: ટેકનોલોજીની દુનિયામાં સોશિયલ મીડિયા પર દિવસે દિવસે નવા ટ્રેન્ડ વાયરલ થતા રહેતા હોય છે. થોડા સમય પહેલા પાણી ભરેલા ગ્લાસમાં હળદર નાખી અનોખી લાઈટ બનાવવાનો ટ્રેન્ડ વાયરલ થયો હતો. જે બાદ હવે નોઈડામાં ફરી એક અનોખો ‘નકલી લગ્ન’નો ટ્રેન્ડ ચર્ચામાં આવ્યો છે. આ લગ્નમાં ન વરરાજ હશે, ન કન્યા, તેમ છતા લગ્નનો સંપૂર્ણ માહોલ, ડાન્સ પાર્ટી અને ભોજનની મજા મળશે. X પ્લેટફોર્મ પર આ નિમંત્રણ વાયરલ થયું છે.
શું છે નકલી લગ્ન?
સોશિયલ મીડિયા એક્સ યુઝરે દ્વારા એક નકલી લગ્નનું આમંત્રણ મુકવામાં આવ્યું છે જે ખૂબ વાયરલ પણ થઈ રહ્યું છે. આ ઈવેન્ટ 12 જુલાઈ, 2025ના રોજ નોઈડાના ટ્રિપ્પી ટકીલા ખાતે યોજાશે. આ આયોજનમાં રૂપિયા 1499ની ટિકિટમાં લોકોને લગ્ન જેવા માહોલનો અનુભવ થશે. જેમાં ઢોલ નગારા, ડીજે, લગ્નનો જમણવાર માણવા મળશે. ખાસ વાત એ છે કે આ લગ્નમાં વહું કે વરરાજ નહીં હોય, ન તો કોઈ રિવાજો હશે, ફક્ત મજા અને મસ્તી માણવા મળશે.
આ ઈવેન્ટમાં પારંપરિક લગ્નની સજાવટ, ઢોલ-નગારા, લાઈવ બેન્ડ અને વિવિધ ફૂડ કાઉન્ટર્સની વ્યવસ્થા કરવામાં આવશે છે. સેલ્ફી બૂથ અને ફોટોની ખાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. જે લોકો લગ્નના કપડામાં આવશે, તે લોકોને ‘શાદી વાળી લિટ’ નામનું ખાસ ડ્રિંક મળશે. આ પાર્ટી યુવાનોમાં ખાસ લોકપ્રિય બની રહી છે, જેઓ લગ્નના ખર્ચા વગર મજા માણવા માગે છે.
આ પોસ્ટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. લોકોએ આ કોન્સેપ્ટને અનોખો ગણાવ્યો છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે આ ઈવેન્ટ તેમના માટે આદર્શ છે, જેઓ લગ્નની મસ્તી ઈચ્છે છે પરંતુ સામાજિક જવાબદારીઓથી દૂર રહેવા માગે છે. આ ટ્રેન્ડે યુવાનોમાં નવો ઉત્સાહ જગાવ્યો છે.