નવી દિલ્હીઃ સંસદમાં ઘૂસણખોરીના કિસ્સામાં આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે આ મુદ્દે સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. સંસદમાં ઘૂસણખોરીના કિસ્સામાં કુલ છ લોકોનો સમાવેશ છે, જેમાં ચાર જણની ધરપકડ થઈ છે, જ્યારે બીજા બે લોકો સંડોવાયેલા છે. આ બંને જણ ફરાર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
ઉપરાંત, લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિઝિટર્સ પાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. તમામ પક્ષના નેતાઓ સાથે મીટિંગ કરવામાં આવ્યા પછી વિઝિટર્સ અને સાંસદોના ખાનગી સહાયકોના પ્રવેશમાં પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. દરમિયાન ઈ-પાસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સંસદમાં પ્રવેશ માટે સામાન્ય માણસે વિઝિટર પાસ લેવો પડે છે. આ પાસ બંને ગૃહો માટે અલગથી આપવામાં આવે છે. એટલે એક પાસ પર માત્ર એક જ ગૃહમાં જવાની માન્યતા છે.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન સુરક્ષાની સૌથી મોટી ચૂક થઈ છે, જેમાં બે શખસ ગેલેરી કૂદીને ફ્લોર પર આવ્યા હતા. તેમને સ્મોક કલર પેટાવીને ધુમાડો કરી નાખ્યો હતો. થોડા સમયમાં બંને જણને પકડી લેવામાં આવ્યા હતા, પરંતુ અમુક સાસંદોએ તેમને જોરદાર મારપીટ કરી હતી. સાંસદોએ લખનઊના હુમલાખોર સાગરના વાળ ખેંચીને માર્યો હતો ત્યારબાદ બીજા સાંસદોએ ધોલધપાટ પણ કરી હતી. સૌથી આશ્ચર્યની વાત એ હતી કે તેમની મારપીટ કરી ત્યાં સુધી સુરક્ષાગાર્ડ પણ પહોંચ્યા નહોતા.
ઘૂસણખોરી કરનારાની મારપીટ કરનારા સાંસદોમાં રાજસ્થાનની નાગૌર લોકસભાના સાંસદ હનુમાન બેનીવાલ સહિત અન્ય સાંસદોનો નામ બહાર આવ્યું હતું. ચારેય જણ અલગ અલગ રાજ્યના છે, જેમાં ચારની ધરપકડ થઈ છે. બે લોકો ફરાર છે. ગુરુગ્રામમાં લલિત ઝાના નિવાસસ્થાને રોકાયા હતા.
સંસદની અંદર અને બહાર સ્મોક એટેક કરનારા છ લોકોનો સમાવેશ થાય છે, જેમાં સાગર શર્મા, મનોરંજન ડીકે તરીકે ઓળખ થઈ છે. ઉપરાંત, બહાર સ્મોક એટેક કરીને સૂત્રોચ્ચાર કરનારા નીલમ અમોલ શિંદે પકડાયા છે, પરંતુ બે આરોપી ફરાર છે. પાંચેય જણ દિલ્હી બહારથી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર એકબીજાનો કોન્ટેક્ટ રાખીને આ ષડયંત્ર હતું. તેમનો ઉદ્દેશ તો ફક્ત વિરોધનો હતો, પરંતુ એનાથી સૌથી મોટો સવાલ સંસદની સુરક્ષાનો છે, કારણ કે કડક સુરક્ષા હોવા છતાં વિસ્ફોટક સામગ્રી સાથે કઈ રીતે પ્રવેશી શક્યા એનો સવાલ ગંભીર છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.