નેશનલ

કામ નહીં કરો તો જીતશો કઈ રીતે? રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો પર કિરેન રિજિજુનો વળતો પ્રહાર

નવી દિલ્હીઃ રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પર અનેક આક્ષેપો કરવામાં આવ્યાં હતાં, જે મામલે ચૂંટણી પંચ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. આ સાથે સાથે હવે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ પણ કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. રાહુલ ગાંધીના વોટ ચોરીના આક્ષેપો પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે.

વિગતે વાત કરવામાં આવે તો કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ કામ જ નથી કરતા તો પછી કેવી રીતે જીતશે? કિરેન રિજિજુએ રાહુલ ગાંધીના નકલી નામો વાળા આરોપ પર આ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે તેઓ (રાહુલ ગાંધી) ગંભીરતાથી વાત નથી કરતા. એટલું જ નહીં, પરંતુ રાહુલ ગાંધીના આરોપ પર પાયાવિહાણા છે તેવું પણ જણાવ્યું હતું.

આપણ વાચો: દેશમાં વોટ ચોરીનો ‘રેટ’ ખૂલ્યો! 6000 નામ રદ કરવાના 4.8 લાખ ચૂકવાયા, SITનો મોટો ખુલાસો

રાહુલ ગાંધી હંમેશાં ધ્યાન ભટકાવવાનો કરે છે પ્રયાસ

વધુમાં કિરેન રિજિજુએ કહ્યું છે કે, તેઓ (રાહુલ ગાંધી) હંમેશાં ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે. રાહુલ ગાંધીએ ફરી પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી છે. બિહારમાં મતદાન થવાનું છે છતાં આજે રાહુલ ગાંધી હરિયાણાની વાત કહી રહ્યા હતા. ભાજપને આક્ષેપ એવો છે કે બિહાર ચૂંટણી મામલે કોંગ્રેસ પાસે હવે કોઈ મુદ્દો બાકી નથી, તેથી ધ્યાન ભટકાવવા માટે હરિયાણાનો મુદ્દો ઊભો કરવામાં આવી રહ્યો છે.

https://twitter.com/KirenRijiju/status/1986033655542886785

હરિયાણા ચૂંટણી મુદ્દે રિજિજુએ આપ્યો જવાબ

ભાજપ દ્વારા સતત કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હરિયાણા ચૂંટણી મામલે કિરેન રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધીના મત પ્રમાણે હરિયાણામાં એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસ જીતી હતી. 2024માં લોકસભા ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલમાં ભાજપ અને એનડીએ જીતી રહ્યું હતું, પરંતુ મત-ગણતરીમાં એનડીએને હાર મળી હતી.

કિરેન રિજિજુએ કહ્યું કે, અમે પરિણામનો સ્વીકાર કર્યો અને યુપીએ સરકારને શુભેચ્છાઓ આપી હતી. અમે તે ચૂંટણી મુદ્દે ચૂંટણી પંચની ભૂલ નહોતી કાઢી. મહત્વની વાત એ છે કે, હવે આ વોટ ચોરીનો મુદ્દો વધારે ગૂંચવાઈ રહ્યો છે.

આપણ વાચો: બેરોજગારીનો સીધો સંબંધ વોટ ચોરી સાથે છે; રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર

https://twitter.com/KirenRijiju/status/1986000269063422393

કોંગ્રેસ હાર ના પચાવી શકતી હોવાનો આક્ષેપ

વોટ ચોરી મામલે કોંગ્રેસ પર ભાજપ દ્વારા અનેક વાક્ પ્રહારો કરવામાં આવ્યાં છે. કોંગ્રેસ હાર પચાવી શકતી નથી. કોંગ્રેસના નેતાઓ કામ નથી કરતા તે માટે હારી રહ્યાં છે તેવા નિવેદન ભાજપ દ્વારા આપવામાં આવી રહ્યાં છે.

કિરેન રિજિજુએ કહ્યું કે, લોકતંત્રમાં હાર અને જીત બન્નેનો સ્વીકાર કરવો પડે છે, પરંતુ કોંગ્રેસ જ્યારે હારે છે ત્યારે સીધો ચૂંટણી પંચને સવાલ કરવા લાગે છે. વધુમાં કિરેન રિજિજુએ કહ્યું કે, રાહુલ ગાંધી વિદેશ જઈને ભારત, લોકતંત્ર અને સંસ્થાઓને બદનામ કરવાનું કામ કરે છે. આ સાથે રાહુલ ગાંધી પર અન્ય પણ અનેક આક્ષેપો કરવામાં આવ્યાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button