કેરળે ગુમાવ્યું સૌથી વધુ સાક્ષર રાજ્યનું બહુમાન, ગુજરાતનું સ્થાન ક્યાં?

Most literate state in India: સૌ ભણે, સૌ આગળ વધે. આ સૂત્ર સાથે વર્ષ 2001માં ભારત સરકારે સર્વ શિક્ષા અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનના આજે સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી સાક્ષરતા દરમાં કોનો પહેલો ક્રમ છે? એવું પૂછવામાં આવતું, ત્યારે દક્ષિણ ભારતના કેરળ રાજ્યનું નામ લેવાતું હતું. પરંતુ હવે સાક્ષરતા દરમાં કેરળ પહેલા ક્રમે રહ્યું નથી. ટોચના દસ સાક્ષર રાજ્યની યાદીમાં ગુજરાત રાજ્યના નામનો ક્યાંય ઉલ્લેખ નથી એ પણ ચોંકાવનારી બાબત છે.

સાક્ષરતા દરમાં પહેલા ક્રમે ક્યું રાજ્ય છે?
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે દેશના સાક્ષર રાજ્યોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કેરળ રાજ્ય ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે સવાલ એ થાય કે એવા કયા ત્રણ રાજ્યો છે? જેણે કેરળને સાક્ષરતા દરમાં પાછળ પાડી દીધું છે તથા પહેલા ક્રમે કયું રાજ્ય છે? આવો જાણીએ.
2025ના નવા આંકડા મુજબ, નોર્થ-ઈસ્ટનું મિઝોરમ રાજ્ય 98.2 ટકા સાક્ષરતા દર સાથે સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય બન્યું છે. જ્યારે કેરળ 95. 3 ટકા સાક્ષરતા દર સાથે સાક્ષર રાજ્યોમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. 97.3 ટકા સાક્ષરતા દર સાથે લક્ષદ્વીપ સૌથી વધારે સાક્ષરતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે. જ્યારે નાગાલેન્ડ 95. 7 ટકા સાક્ષરતા દર સાથે ચોથા ક્રમે છે. મેઘાલય 94. 2 ટકા સાથે સાક્ષર રાજ્યોમાં પાંચમા ક્રમે છે.
ત્રિપુરા અને ચંડીગઢનો સાક્ષરતા દર 93. 7 ટકા છે. ત્યાર બાદ ગોવાનો સાક્ષરતા દર 93. 6 ટકા છે. ગોવા બાદ પુડુચેરીનો સાક્ષરતા દર 92. 7 ટકા છે. મણિપુર 92 ટકા સાક્ષરતા દર સાથે આ યાદીમાં 10માં ક્રમે છે. ઉલ્લેખનીય છે કે, સાક્ષરતા દર પરથી જાણી શકાય છે કે, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય અને મણિપુર જેવા નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં સાક્ષરતાનું પ્રમાણ વધી રહ્યું છે.
આપણ વાંચો: AAP સાંસદ સંજય સિંહ શ્રીનગરમાં નજરકેદ, ફારુક અબ્દુલ્લાને મળવા ન દેવાયા; જાણો શું છે મામલો…