2800 કરોડનો સેમીકંડક્ટર પ્લાન્ટ તેલંગાણાથી ગુજરાત આવતાં રાજકીય ઘમાસાણ

હૈદરાબાદ: ગુજરાતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર પોલિસી રજુ કરી છે. ફોક્સકોન અને માઈક્રોન જેવા વૈશ્વિક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચર ગુજરાતમાં પ્લાન્ટ સ્થપિત કરવાની જાહેરાત કરી ચુક્યા છે. કેન્સ ટેક્નોલોજીને પણ 2,800 કરોડ રૂપિયાનો સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને તેલંગાણાથી ગુજરાતમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય કર્યો (Kaynes Technology Semi conductor plant) હતો, આવે આ મામલે તેલંગાણા(Telangana)નું રાજકારણ ગરમાયું છે.
ભારત રાષ્ટ્ર સમીતિ(BRS)ના કાર્યકારી પ્રમુખ અને ભૂતપૂર્વ પ્રધાન કેટી રામા રાવ (KTR) એ કોંગ્રેસ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમને કહ્યું કે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને ગુજરાત સ્થાનાંતરિત કરવા કોંગ્રેસ સરકારે કેન્સ ટેક્નોલોજી પર દબાણ કર્યું હતું.
કેટી રામા રાવે આરોપ લગાવ્યો કે આ પ્રોજેક્ટ અન્ય રાજ્યમાંથી જતો રહેતા તેલંગાણાએ 2,000 સીધી નોકરીઓ ગુમાવવી છે, જે કોંગ્રેસ સરકારની વહીવટી અસમર્થતા, ભ્રષ્ટાચાર અને ઔદ્યોગિક દ્રષ્ટિકોણના અભાવનું સીધું પરિણામ છે.
દસ દિવસમાં જ જમીન ફાળવી:
કેટીઆરએ જણાવ્યું કે બીઆરએસ શાસન દરમિયાન, સરકારે કોંગારાકલાન ખાતે તાત્કાલિક જમીન ફાળવીને કેન્સના પ્રસ્તાવિત યુનિટને કર્ણાટકથી તેલંગાણા લાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે “કંપનીની વિનંતીના દસ દિવસમાં, અમે તમામ મંજૂરીઓ આપી અને જમીન ફાળવી હતી, તે અમારા વહીવટની કાર્યક્ષમતા હતી. પરંતુ હવે, કોંગ્રેસની નિષ્ક્રિયતાને કારણે તેલંગાણાએ આ પ્રોજેક્ટ ગુમાવી દીધો છે.”
આ પણ વાંચો: Vibrant Gujarat: સાણંદમાં સેમીકંડક્ટર પ્લાન્ટથી ગુજરાતમાં 5000 નોકરીઓની તક: માઇક્રોન CEO
તાજેતરમાં તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ કહ્યું હતું જે તેલંગાણા “ઓટો-પાયલટ મોડ” ચાલી રહ્યંક છે. મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીની આ ટીપ્પણી પર પ્રતિક્રિયા આપતા, KTR એ કહ્યું, ” કોંગ્રેસના સાશન હેઠળ તેલંગાણા ઓટો-ડિસ્ટ્રક્ટ મોડમાં છે. બ્રાન્ડ હૈદરાબાદ અને બ્રાન્ડ તેલંગાણાને તોડી પાડવામાં આવી રહી છે. આ સરકારને ફક્ત કમિશનમાં રસ છે.”