આપણું ગુજરાતટોપ ન્યૂઝ

TATA ગૃપ ધોલેરામાં ‘સેમીકંડક્ટર ફેબ’નું કરશે નિર્માણ.. જાણો શું છે સેમીકંડક્ટર અને શા માટે ભારતમાં તેનું ઉત્પાદન જરૂરી..

હાલના તબક્કે ગુજરાતમાં ટાટા ગૃપની 21 કંપનીઓ કાર્યરત છે જે આશરે 50 હજારથી વધુ લોકોને રોજગારી આપી રહી છે.
ગાંધીનગર: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને Vibrant Gujarat Global Summitમાં સંબોધન કરતા જાહેરાત કરી હતી કે ગુજરાતના ધોલેરામાં ટાટા સમૂહ એક વિશાળ ‘સેમીકંડક્ટર ફેબ’ ઉભુ કરવાની યોજના બનાવી રહ્યું છે જે 2024માં કાર્યરત થઇ શકે છે. તેને લઇને વાટાઘાટો અંતિમ ચરણમાં છે.

એન ચંદ્રશેખરને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “ટાટા સમૂહે એક સંકલ્પ કર્યો હતો જે પૂર્ણતાને આરે છે. અમે ધોલેરામાં વિશાળ સેમીકંડક્ટર ફેબનું નિર્માણ કરીશું.”

આ ઉપરાંત સાણંદમાં લિથિયમ આયન બેટરી બનાવવા માટે 10 ગીગાવોટની ફેક્ટરી પણ નાખવામાં આવશે, સાણંદ EV માટે પણ રોકાણકારોનું માનીતું હબ બની ગયું છે.

https://twitter.com/i/status/1744975275048538522

એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે ટાટા જૂથ દ્વારા હાલમાં વડોદરામાં C-295 સંરક્ષણ એરક્રાફ્ટનું ઉત્પાદન કરી થઇ રહ્યું છે અને તે પછી ધોલેરામાં પણ તેનું ઉત્પાદન શરૂ કરાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારીમાં બનેલ ભારતીય કૌશલ્ય સંસ્થાનો પ્રથમ તબક્કો માર્ચ 2024 સુધીમાં રાજ્યમાં શરૂ કરવામાં આવશે. “અમે ગુજરાતને માત્ર બિઝનેસ વૃદ્ધિ માટે જ નહીં પરંતુ ભવિષ્યના અદ્યતન ટેક્નોલોજી ઉદ્યોગો માટેના પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ તરીકે જોઈએ છીએ. હાલના તબક્કે ગુજરાતમાં ટાટા ગૃપની 21 કંપનીઓ કાર્યરત છે જે આશરે 50 હજારથી વધુ લોકોને રોજગારી આપી રહી છે.” તેવું એન ચંદ્રશેખરને ઉમેર્યું હતું. ટાટા ગૃપના મૂળ સંસ્થાપક રતન ટાટાના મૂળિયા ગુજરાતના નવસારીના હોવાથી આ કારણે લીધે પણ તેઓ ગુજરાત સાથે નિકટતા ધરાવે છે.

હવે જાણી લઇએ કે સેમીકંડક્ટર શું છે, સેમીકંડક્ટર એ એક પ્રકારની ચીપ છે. જે ઇલેક્ટ્રોનિક સાધનો જેવા કે ટીવી, ફ્રિજ, મોબાઇલ, વોશિંગ મશીન, એક્સ-રે મશીન, કાર, લેપટોપ, LED બલ્બ ATM વગેરેમાં વપરાય છે. આ ચીપ્સને કારણે વીજપ્રવાહ કંટ્રોલમાં રહેતો હોય છે. જો આ ચીપ ન હોય તો વીજ ઉપકરણો ચાલી શકે નહિ. સામાન્ય રીતે ચીપ ગેટ્સ અને ટ્રાન્ઝીસ્ટર્સથી ડિઝાઈન કરવામાં આવેલી હોય છે, જે એકબીજા સાથે જોડાયેલા હોય છે. દરેક ટ્રાન્ઝીસ્ટર વીજ પ્રવાહને અટકાવે છે અથવા મર્યાદિત પ્રમાણમાં વહેવા માટે પરવાનગી આપે છે.

પ્રત્યેક વર્ષ એક ટ્રીલિયન ચીપ્સનું ઉત્પાદન થાય છે. એક ચીપ્સનું ઉત્પાદન કરવામાં આશરે બે મહિનાનો સમય લાગે છે. એક ચીપ્સને તૈયાર થવા તે ત્રણ હજારથી વધારે પ્રક્રિયા કે પગલાંમાંથી પસાર થાય છે તથા પ્લાન્ટમાંથી બહાર આવે તે અગાઉ અનેક મશીનોમાં તેની ઉપર કામ કરવામાં આવે છે.

આજથી 2 વર્ષ પહેલા કોરોના મહામારીને લીધે દક્ષિણ પૂર્વ એશિયામાં ચીપ એસેમ્બલી લાઈનની કામગીરી અટકી પડવાને લીધે વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટર ચીપની ભારે અછત સર્જાઇ હતી, તેને લીધે ઓટો તથા ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરની કંપનીઓએ તેમના ઉત્પાદન કામગીરીને અટકાવવાની ફરજ પડી હતી. ચીપની અછતને લીધે વર્ષ 2021માં વૈશ્વિક સ્તરે ઓટો ઉદ્યોગને 210 અબજ ડોલરની આવકને ફટકો પડ્યો હતો. આ સ્થિતિનો સામનો ફરી ન કરવો પડે એ માટે ભારતમાં સેમીકંડક્ટર-ચીપનું ઉત્પાદન થાય તે જરૂરી છે, જો સેમીકંડક્ટર ચીપના મામલે ભારત આત્મનિર્ભરતા પ્રાપ્ત કરે તો જ્યારે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોની માગમાં અચાનક ઉછાળો આવે ત્યારે તેને નિયંત્રિત કરી શકાશે, ઓટો અને ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં ભારતીય કંપનીઓનને પડતો ફટકો ઓછો થશે. ટૂંકમાં જો ચીપની વૈશ્વિક અછત ઉભી થાય તો ભારતના અર્થતંત્રને કોઇ નુકસાન નહિ પહોંચે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ