કાશ્મીર ગાઝા નથી, પણ સ્થિતિ બદલાવા માટે શ્રેય આપીશ પીએમ મોદીને: કોણે કહ્યું?
નવી દિલ્હી: હાલમાં ગાઝા અને હમાસમાં યુદ્ધ ચાલી રહ્યું છે પરંતુ આવી જ સ્થિતિ ભારતના કાશ્મીરમાં થઇ શકતી હતી પરંતુ અત્યારે કાશ્મીરમાં શાંતિ છે. અને આ વિશે જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદે કાશ્મીર વિશે ટિપ્પણી કરી તેમજ પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના વખાણ કર્યા હતા.
કાશ્મીરની સ્થિતિ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા શેહલાએ કહ્યું હતું કે કાશ્મીર ગાઝા નથી. તેમજ કાશ્મીરમાં આજે પણ પરિવર્તન થયું છે તેના માટે હું પીએમ મોદીને શ્રેય આપવા માંગુ છું, જેમણે કોઇ પણ પ્રકારના લોહીયાળ જંગ વગર કાશ્મીરમાં શાંતિ આવી ગઇ. આ ઉપરાતં પથ્થર બાજો વિશે જણાવતા કહ્યું હતું કે પહેલા અમારી સહાનુભૂતિ એમની તરફ હતી પરંતુ હવે સત્ય સમજાય છે.
.મોદીજી એ સાબિત કરી દીધું કે કાશ્મીર ગાઝા નથી, કારણ કે કાશ્મીરમાં માત્ર વિરોધ પ્રદર્શનો થતા હતા. આ ઉપરાંત આતંકવાદ, ઘૂસણખોરીની છૂટાછવાયા જ બને છે. જો કે અત્યારે તો એ પણ ઓછા થઇ ગયા છે. અને આ બદલાયેલી પરિસ્થિતિ માટે હું વર્તમાન સરકારને, ખાસ કરીને વડા પ્રધાનને શ્રેય આપવા માંગુ છુ. આ સાથે ગૃહ પ્રધાન અમિત શાહ પણ છે, જેમણે આ માટે રાજકીય પરિસ્થિતિ ઊભી કરી કે જેમાં કોઇ જંગ થઇ નથી.
ઉલ્લેખનીય છે કે શેહલા રાશિદ પહેલા કેન્દ્રની નીતિઓની ટીકા કરતી હતી તેમજ ભૂતકાળમાં ઘણી વખત વર્તમાન મોદી સરકારનો વિરોધ પણ કરી ચૂકી છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી ત્યારે JNU વિદ્યાર્થી સંઘની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદે તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ શેહલા રાશિદે સેના પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે સેના લોકોના ઘરમાં ઘૂસી રહી છે, લોકોનું અપહરણ કરી રહી છે અને મારપીટ કરી રહી છે. જોકે શેહલાના આ આરોપોને સેનાએ સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી શેહલા રાશિદમાં વૈચારિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. શેહલાએ 15 ઓગસ્ટે એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે કાશ્મીરમાં માનવાધિકારના રેકોર્ડમાં સતત સુધારો થઈ રહ્યો છે. હાલની સરકારે કાશ્મીરને એક નવી ઓળખ આપી છે. આ ઉપરાંત શેહલાએ ઉર્જા અને પ્રદૂષણ જેવા મુદ્દાઓ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓની પ્રશંસા કરી હતી.