બેરોજગારીના મૂળમા્ં છે સરકારી નોકરીઓમાં વેતનનું ખોટું માળખુ? જાણીતા અર્થશાસ્ત્રીએ ખોલી ઘણી પોલ...
નેશનલ

બેરોજગારીના મૂળમા્ં છે સરકારી નોકરીઓમાં વેતનનું ખોટું માળખુ? જાણીતા અર્થશાસ્ત્રીએ ખોલી ઘણી પોલ…

નવી દિલ્હી: ભારતમાં મોટાભાગના ઉમેદવારો સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા હોય છે. કેમ કે સરકારી નોકરીમાં પગાર ધોરણ સારા હોય છે, સાથે વિવિધ સરકારી લાભો પણ આ નોકરી સાથે મળી શકે છે. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે આજના યુવાનોમાં ઉચ્ચ સ્તરીય પોસ્ટની જગ્યા પર નીચલા સ્તરની પોસ્ટ પર કામ કરવાનું પસંદ કરે છે.

કેમ કે નીચલા સ્તરની પોસ્ટ પર કામનું ભારણ ઓછું અને પગાર ધોરણ ઉચ્ચુ હોય છે. આવુ માનવુ પ્રખ્યાત અર્થશાસ્રી ર કાર્તિક મુરલીધરનું છે. આ સાથે તેમણે સરકાર નોકરીની ભરતી પ્રક્રિયા પર ગંભીર સવાલો પણ ઉભા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલ ભારતમાં સરકારી ભરતી પ્રક્રિયા ખુબ ઓછી થતી જોવા મળે છે.

જેનું મુખ્ય કારણ એ છે કે અત્યારના સરકારી કર્મચારીઓનું પગાર ધોરણ એટલું ઉચ્ચું છે કે, નવા કર્મચારી માટે સરકારી ભંડારમાં રૂપિયા બચી રહ્યા નથી.

Development economist Karthik Muralidharan

મીડિયા અહેવાલો પ્રમાણે આ નોકરીઓને લઈ પ્રખ્યાત અર્થ શાસ્ત્રી કાર્તિક મુરલીધરે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. મુરલીધરે ભારતના સરકારી ક્ષેત્રની પગાર વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું માનવું છે કે સરકારી નોકરીઓના પગારનું માળખુ અસંતુલિત છે.

જેના કારણે ભરતી, યોગ્ય ઉમેદવારોની પસંદગી અને યુવાનોના કૌશલ્ય વિકાસમાં અડચણો આવી રહી છે. આ સમસ્યાને દૂર કરવા તેમણે વ્યવહારિક તાલીમ અને ભરતી પ્રક્રિયામાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર કાર્તિક મુરલીધરનના જણાવ્યા અનુસાર, સરકારી નોકરીઓના 95% કર્મચારીઓને બજાર દરથી પાંચ ગણો વધુ પગાર મળે છે, જ્યારે ઉચ્ચ સ્તરના નિર્ણય લેનારા અધિકારીઓને બજારના ધોરણે ઓછો પગાર મળે છે.

આ અસમાનતા નીચલા સ્તરની નોકરીઓમાં અતિશય આકર્ષણ અને ઉચ્ચ સ્તરની નોકરીઓમાં યોગ્ય ઉમેદવારોની અછતનું કારણ બની રહી છે. ઉદાહરણ તરીકે, ઉત્તર પ્રદેશમાં ચપરાસીની 368 જગ્યાઓ માટે 23 લાખ અરજીઓ આવી, જેમાં પીએચડી ધારકો પણ સામેલ હતા, જે વધુ પગાર અને ઓછા કામના આકર્ષણને દર્શાવે છે.

અસંતુલિત પગાર વ્યવસ્થાથી થતી સમસ્યા
મુરલીધરનના મતે, આ અસંતુલિત પગાર વ્યવસ્થાને કારણે ચાર મુખ્ય સમસ્યાઓ ઊભી થાય છે. પ્રથમ, વધુ પગારને કારણે નવા કર્મચારીઓની ભરતી માટે બજેટમાં અછત રહે છે. બીજું, અતિશય અરજીઓને કારણે ભરતી પ્રક્રિયા જટિલ બને છે, જેના પરિણામે ભરતી વિલંબમાં થાય છે અને પેપર લીક જેવી ઘટનાઓ વધે છે.

ત્રીજું, ઉમેદવારોની રુચિ નોકરીના ક્ષેત્ર પ્રત્યે નહીં, પરંતુ પગાર પ્રત્યે હોય છે, જેનાથી ખોટા ઉમેદવારોની પસંદગી થાય છે. ચોથું, સરકારી પરીક્ષાઓની તૈયારીમાં યુવાનોનો સમય બગડે છે, જેનાથી બેરોજગારી અને કૌશલ્ય વિકાસ પર અસર પડે છે. ઉદાહરણ તરીકે, તમિલનાડુમાં 80% શિક્ષિત યુવાનો બેરોજગાર છે, કારણ કે તેઓ પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત રહે છે.

મુરલીધરને ભરતી પ્રક્રિયામાં સુધારણાનો પ્રસ્તાવ આપ્યો છે, જેમાં શિક્ષણ, નર્સિંગ અને પોલીસિંગ જેવા ક્ષેત્રોમાં વ્યવહારિક તાલીમ પર ભાર મૂકવામાં આવે. તેમનું સૂચન છે કે 12મા ધોરણ પછી ત્રણ મહિનાની સૈદ્ધાંતિક અને નવ મહિનાની વ્યવહારિક તાલીમ આપવામાં આવે, અને આવા અનુભવી ઉમેદવારોને ભરતીમાં વધારાના ગુણ આપવામાં આવે.

આનાથી નોકરીઓ લોટરી જેવી ન રહે, પરંતુ રુચિ અને ક્ષમતા ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય મળે. તેમણે તમિલનાડુના આંગણવાડી અભ્યાસનું ઉદાહરણ આપ્યું, જ્યાં ઓછા પગારે કામ કરનાર કર્મચારીઓએ શિક્ષણ અને કુપોષણમાં નોંધપાત્ર સુધારો કર્યો, જેનાથી લાંબા ગાળે 20 ગણો ફાયદો થયો.

મુરલીધરનના એક સંશોધન પેપર ‘ડબલ ફોર નથિંગ’માં દર્શાવાયું છે કે હાલના કર્મચારીઓનો પગાર બમણો કરવાથી કોઈ નોંધપાત્ર ફાયદો થયો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખાનગી ક્ષેત્ર બજાર દરે નોકરીઓ આપે છે, પરંતુ સરકારી ક્ષેત્ર બજારની વાસ્તવિકતાથી અલગ છે.

તેમનું માનવું છે કે પરીક્ષા-કેન્દ્રિત શિક્ષણ પ્રણાલીને બદલે કૌશલ્ય-આધારિત તાલીમ પર ધ્યાન આપવું જોઈએ, જેથી યુવાનોનો સમય અને સંસાધનોનો બગાડ થવાને બદલે ઉત્પાદક ઉપયોગ થાય.

આ પણ વાંચો…વડાપ્રધાન મોદી અર્થશાસ્ત્રીઓ સાથે કરીશે ખાસ બેઠક! કયા મુદ્દાઓ પર થશે ચર્ચા?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button