‘સોશિયલ મીડિયા પર નિયંત્રણ જરૂરી છે…’ કર્ણાટક હાઈકોર્ટે Xની અરજી ફગાવી

બેંગલુરુ: સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતા કન્ટેન્ટ પર નિયંત્રણ મુકવા અંગે ઘણાં સમયથી માંગ ઉઠી રહી છે, સરકાર તેના માટે પ્રયાસ કરી રહી છે. એવા પ્રશ્નો પણ ઉઠે છે કે સરકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકાર પર તરાપ મારી રહી છે. એવામાં કર્ણાટક હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. ભારત સરકારની ગાઈડલાઈન્સને પડકારતી X કોર્પ એ દાખલ કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
એલોન મસ્કની માલિકીની X કોર્પ્સે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર IT એક્ટ દ્વારા કન્ટેન્ટને બ્લોક કરવાનો પ્રયાસ કરવાનો કરી રહી છે. X કોર્પ્સે દલીલ કરી હતી કે IT એક્ટની કલમ 79(3)(b) કેન્દ્રને ઇન્ફોર્મેશન બ્લોક કરવાના આદેશો જાહેર કરવાની સત્તા આપતી નથી. કર્ણાટક હાઈકોર્ટેના ન્યાયાધીશ નાગપ્રસન્નાની સિંગલ બેન્ચે X કોર્પની આ અરજી ફગાવીને મોટો ઝટકો આપ્યો હતો.
આ પણ વાંચો : ચિન્નાસ્વામી સ્ટેડિયમ નાસભાગ: કર્ણાટક હાઈકોર્ટે લીધી ગંભીર નોંધ, આજે સુનાવણી!
કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર નિયંત્રણ કરવું આવશ્યક છે. સહયોગ પોર્ટલ દ્વારા કન્ટેન્ટને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકારના અધિકારને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યો. હાઈ કોર્ટે કહ્યું સ્વતંત્રતાના આડમાં અનિયંત્રિત ભાષણ અરાજકતા ફેલાવી શકે છે.
ચુકાદો આપતા ન્યાયાધીશ નાગપ્રસન્નાએ કહ્યું, “સોશિયલ મીડિયા પરના કન્ટેન્ટ પર નિયંત્રણ મુકવું જરૂરી છે, ખાસ કરીને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના કિસ્સાઓમાં. મેસેન્જર્સથી માંડીને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સુધી, તમામ પ્રકારના કમ્યુનિકેશન ટૂલ્સ પર વૈશ્વિક અને સ્થાનિક સ્તરે નિયંત્રણ રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ, X પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.”
આ પણ વાંચો : સેલ્ફ ડિફેન્સમાં પેપર સ્પ્રેનો ઉપયોગ અયોગ્ય? કર્ણાટક હાઈકોર્ટે કેમ ગણાવ્યું ‘ખતરનાક હથિયાર’ ?
આપણા દેશમાં કાયદાની સાશન:
હાઈ કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયાને સંપૂર્ણ સ્વતંત્રતા આપવાથી અરાજક ફેલાઈ શકે છે. દરેક સાર્વભૌમ રાષ્ટ્ર સોશિયલ મીડિયા પર નિયંત્રણ રાખે છે. કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભારતીય બજારને રમતનું મેદાન ન સમજી શકે. આપણા દેશમાં કાયદાની સાશન છે.
X તરફથી વરિષ્ઠ વકીલ કે.જી. રાઘવન હાજર રહ્યા હતાં. સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડીશનલ સોલિસિટર જનરલ અરવિંદ કામથ ભારત સરકાર તરફથી કોર્ટમાં હાજર રહ્યા હતાં.
એક્સ કોર્પે દલીલ હતી કે IT એક્ટના નિયમો વાણી સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન કરે છે, તેમના બિઝનેસ મોડેલને નુકશાન પહોંચાડે છે. કોર્ટે આ દલીલો ફગાવી દીધી હતી.