નેશનલમનોરંજન

કરિશ્માનાં સંતાનોને પહેલેથી 1900 કરોડ મળી ગયા છે હવે કેટલા? જાણો કોર્ટમાં કોણે કેવા દાવા કર્યા

નવી દિલ્હી: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકના કારણે નિધન થયા બાદ હવે તેમની સંપત્તિનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો છે. કરિશ્મા કપૂરના સંતાનો સમાયરા અને કિયાને સંજય કપૂરની પત્ની પ્રિયા સચદેવ પર આક્ષેપો લગાવ્યા હતા અને સાથોસાથ તેની વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને લઈને આજે દિલ્હી હાઈ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી.

પ્રિયા સચદેવને દિલ્હી હાઈ કોર્ટનો આદેશ

દિલ્હી હાઈ કોર્ટના જસ્ટિસ જ્યોતિ સિંહની ખંડપીઠે કરિશ્મા કપૂરના સંતાનો સમાયરા અને કિયાને પ્રિયા સચદેવ વિરૂદ્ધ દાખલ કરેલી અરજીની સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણી દરમિયાન પ્રિયા સચદેવના વકીલ રાજીવ નાયર તથા કરિશ્મા કપૂરના સંતાનોના વકીલ મહેશ જેઠમલાણી હાજર રહ્યા હતા. આ સુનાવણી દરમિયાન પ્રિયા સચદેવના વકીલે મોટો ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો: કરિશ્મા કપૂરના બાળકોએ પ્રિયા સચદેવ વિરુદ્ધ કર્યો દાવો: પિતાની 30,000 કરોડની સંપત્તિમાં માંગ્યો હિસ્સો

વકીલ રાજીવ નાયરે જણાવ્યું હતું કે, સમાયરા અને કિયાનને ‘રાની કપૂર ટ્રસ્ટ’ દ્વારા થોડા દિવસ પહેલા જ 1900 કરોડની સંપત્તિ સોંપી દેવામાં આવી છે. મને ખબર નથી કે આખરે કેટલું જરૂરી છે. જ્યારે તમને આટલા મોટાપાયે સંપત્તિ મળી ચૂકી છે. તો પછી અમને કશું નથી મળ્યું. એવું કહેવું યોગ્ય નથી. વકીલ રાજીવ નાયરે અપીલ કરી હતી કે, સંજય કપૂરની આત્મા પ્રત્યે થોડી સંવેદનશીલતા રાખવી જોઈએ.

આ સુનાવણીના અંતે જ્યોતિ સિંહે પ્રિયા સચદેવને 9 ઓક્ટોબર સુધી પોતાનો જવાબ આપવાનો આદેશ આપ્યો છે. સાથોસાથ સંજય કપૂરની તમામ જંગમ અને સ્થાવર સંપત્તિની યાદી કોર્ટમાં રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આગામી સુનાવણી 10 ઓક્ટોબર 2025ના રોજ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સમાયરા અને ક્રિયાને દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં 21 માર્ચ 2025ની વસીયતને શંકાસ્પદ, નકલી અને બનાવટી ગણાવી હતી. આ સાથે પ્રિયા સચદેવ સામે આક્ષેપો કર્યા હતા કે, તેણે 7 અઠવાડિયા સુધી સંજય કપૂરની વસિયત છૂપાવીને રાખી હતી. આ સાથે સમાયરા અને કિયાને પિતા સંજય કપૂરની સંપત્તિમાં 20-20 ટકા ભાગની માંગણી પણ કરી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button