કાવડયાત્રીઓની મનમાની નહીં ચાલે! યુપીમાં ત્રિશુલ અને હોકી સ્ટિક લઈ જવા પર પ્રતિબંધ | મુંબઈ સમાચાર
નેશનલ

કાવડયાત્રીઓની મનમાની નહીં ચાલે! યુપીમાં ત્રિશુલ અને હોકી સ્ટિક લઈ જવા પર પ્રતિબંધ

લખનઉ: હાલમાં ઉત્તર ભારતમાં ચાલી રહેલી કાવડ યાત્રા દરમિયાન વિવિધ રૂટ્સ પર તોડફોડ અને મારામારીની સંખ્યાબંધ ઘટનાઓ (Vandalism during Kanwar Yatra) નોંધાઈ છે, આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં કાવડયાત્રા દરમિયાન કાવડયાત્રીઓને હોકી સ્ટીક અને ત્રિશૂલ જેવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણને રોકવાના યાત્રાના રૂટ પર સાયલેન્સર વગરની બાઇકના પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

એક અખબારી અહેવાલ મુજબ મેરઠ, બાગપત, મુઝફ્ફરનગર, શામલી, સહારનપુર, બુલંદશહર અને હાપુડ જિલ્લામાં કાવડ યાત્રાના રૂટ પર નવા ઓર્ડર લાગુ કરવામાં આવશે.

આપણ વાંચો: કાવડ યાત્રા નેમપ્લેટનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ સુધી : કોર્ટ લઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય

નોંધનીય છે કે કાવડ યાત્રા દરમિયાન કાવડયાત્રીઓને ત્રિશુલ-તલવાર કેવા હથિયારો જાહેરમાં લેહેરાવતા જોવા મળ્યા હતાં. યુપી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભલે તે પ્રતીકાત્મક હોય પણ હથિયારોનું પ્રદર્શન ચલાવી લેવામાં આવશે નહીં.

અધિકારીએ જણાવ્યું, “સરકારે હથીયારો પર પ્રતિબંધ મૂકવાના સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. અમે તેનો કડક અમલ કરી રહ્યા છીએ, અને ઉલ્લંઘન કરનારાઓ સામે FIR નોંધવામાં આવી રહી છે.”

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર: કાવડ યાત્રાના બહાને મુસ્લિમ તુષ્ટિકરણ, દિગ્વિજય નહીં સુધરે

મારામારીની ઘટના:

થોડા દિવસો પહેલા મેરઠમાં કાવડયાત્રીઓએ એક બસમાં તોડફોડ કરી હતી અને ડ્રાઇવરને માર માર્યો હતો. કાનપુરમાં કાવડયાત્રીઓએ સિક્યોરિટી ગાર્ડ, એક હોમગાર્ડ જવાન અને એક વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો.

જ્યારે મિર્ઝાપુર રેલ્વે સ્ટેશન પર કાવડયાત્રીઓએ એક CRPF જવાન પર હુમલો કર્યો હતો, સાત કાવડયાત્રીઓ જવાનને માર મારી રહ્યા હોઉ એવો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને કાવડયાત્રીઓની મનમાની સામે પગલા લેવા માંગ ઉઠી હતી.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button