હવે કંગના રાહુલ ગાંધી માટે શું બોલી ગઈ, પાર્ટીએ ઠપકો આપ્યો પણ…
ફિલ્મ અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રણોટ કોઈને કોઈ મામલે ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં જ ખેડૂતોના આંદોલન મામલે તેણે આપેલા નિવેદન બાદ પક્ષે પણ તેને ઠપકો આપ્યો હતો અને વાણીને સંયમમાં રાખવાની તાકીદ કરી હતી, પરંતુ અભિનેત્રી એકવાર મોઢું ખોલે પછી શું બોલે તેની કોઈને ખબર પડતી નથી.
હાલમાં કંગના પોતાની આગામી ફિલ્મ ઈમરજન્સીની પબ્લિસિટીમાં વ્યસ્ત છે. એક ઈન્ટ્વ્યુમાં તેને ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી અને તેમના પૌત્ર રાહુલ ગાંધી વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતુંકે બન્નેની સરખામણી ન થઈ શકે. આ બાદ કંગનાએ રાહુલ ગાંધીને ટોટલ મેસ એટલે કે એકદમ નકામા કે રદ્દી કહ્યા હતા. કંગનાએ રાહુલ ગાંધી માટે અંગ્રેજી શબ્દ Total mess વાપર્યો હતો.
આ પણ વાંચો : Kangana Ranaut ની ફિલ્મ ઇમરજન્સી રિલીઝ પૂર્વે વિવાદમાં સપડાઈ, જાણો કારણ…
તેમણે કહ્યું હતું કે દાદી-પૌત્રની સરખામણી એક મજાક છે અને દેશ સાથે આવી મજાક કરવાનું બંધ કરવું જોઈએ. રાહુલ ગાંધી માત્ર સત્તા માટે જ કામ કરી રહ્યા છે અને તેમની પાસે કોઈ વિચારધારા નથી.
કંગનાએ પક્ષ તરફથી મળેલા ઠપકા અંગે પણ જણાવ્યું હતું કે હા મને પક્ષે સૂચના આપી છે અને હવે હું તે પ્રમાણે વર્તન કરીશ.
આ પણ વાંચો : કંગનાને ખેડૂતોના આંદોલન અંગે નિવેદન આપવાનું ભારે પડ્યું, પાર્ટીએ આપી આ સલાહ
કંગનાની ફિલ્મ ઈમરજન્સી હાલમાં વિવાદોમાં સપડાઈ છે. શીખ સમુદાયે આ ફિલ્મની રિલિઝ સામે વિરોધ નોંધાવી તેને અટકાવવાની અપીલ કરી છે. જોકે અભિનેત્રી છઠ્ઠી સપ્ટેમ્બરે આવનારી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.