નેશનલ

આ બહુબોલી નહીં સમજે! હવે નીતિન ગડકરીના વિરોધમાં ઉતરી અભિનેત્રી….

હિમાચલ પ્રદેશની મંડી સીટથી ભાજપની સાંસદ કંગના રનૌત હવે કેન્દ્ર સરકારના એક પ્રોજેક્ટના વિરોધમાં ઉતરી છે. છ મહિના પહેલા નીતિન ગડકરીએ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ખરાહાલ ખીણમાં બિજલી મહાદેવ રોપ-વેની જાહેરાત કરી હતી, પરંતુ હવે કંગના રનૌતે 272 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટનો વિરોધ શરૂ કરી દીધો છે.

બિજલી મહાદેવ વિશે એમ કહેવાય છે કે આ મંદિર ઘણું જ પ્રચલિત છે. બિજલી મહાદેવ મંદિર કુલ્લુ ખીણના સુંદર ગામ કશાવરીમાં આવેલું છે. આ મંદિર 2460 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ ભારતના પ્રાચીન મંદિરોમાંથી એક છે અને તેના નામ પાછળનું કારણ ખૂબ જ અનોખું છે.

એવું કહેવાય છે કે દર 12 વર્ષે મંદિરમાં સ્થાપિત શિવલિંગ પર વીજળી પડે છે અને તે પછી શિવલિંગના ટુકડા થઈ જાય છે. આ પછી પૂજારી આ ટુકડાઓ એકઠા કરે છે અને તેને દાળના લોટ, અનાજ અને માખણ વગેરેની પેસ્ટ સાથે જોડે છે. આ મંદિરનો મહિમા ઘણો વધારે છે, તેથી દેશ-વિદેશના લોકો અહીં દર્શન કરવા આવે છે.

અહીંના લોકો બિજલી મહાદેવ રોપવેના વિરોધમાં છે. ખરાહાલ અને કાશાવરી ખીણ વિસ્તારના લોકો ઘણા લાંબા સમયથી આ રોપવેનો વિરોધ કરી રહ્યા છે અને તેઓ રસ્તા પર પણ ઉતરી ચૂક્યા છે. તેઓ કહે છે કે આ રોપવેના નિર્માણથી ભગવાન ખુશ નથી અને રોપવેને કારણે તેમની આજીવિકા પર અસર થશે અને પર્યાવરણ પર પણ ખરાબ અસર થશે કારણ કે રોપવે માટે ઘણા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવશે.

આપણ વાંચો: કંગના રનૌતે ફરી છંછેડયા અભિનેત્રી અને સાંસદ જયા અમિતાભ બચ્ચનને, કહ્યું કે…

કંગનાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને લઇને તે નીતિન ગડકરીને મળી હતી અને તેમને લોકોના વિરોધની જાણ પણ કરી હતી.જો અહીં રોપવે બને એવી ભગવાનની ઇચ્છા ના હોય તો આપણે રોપવે નહીં બનાવવો જોઇએ. આ પ્રોજેક્ટ અટકાવી દેવો જોઇએ. મોર્ડનાઇઝેશન કરતા ભગવાનની ઇચ્છા વધારે મહત્વની છે.

હવે આપણે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આ પ્રોજેક્ટ વિશે શું કહે છે એ જોઇએ. નિતિન ગડકરીએ હિમાચલના કુલ્લુમાં મોહલ નેચર પાર્કમાં બિજલી મહાદેવ રોપવેનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો. આ રોપ-વે દોઢ વર્ષમાં બનવાનો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રોપ-વેના નિર્માણથી એક દિવસમાં 36,000 પર્યટકો બિજલી મહાદેવ પહોંચશે અને રોપવેથી અહીંના પર્યટનને પણ ઘણો ફાયદો થશે.

હાલમાં આ મંદિર પહોંચવા માટે લોકોને બેથી ત્રણ કલાકની મુસાફરી કરવી પડે છે, પણ રોપવે બન્યા બાદ લોકો સાતથી દસ મિનિટમાં મંદિર પહોંચી જવાશે. આ કેબલ રોપવેમાં 55 બૉક્સ લગાવવામાં આવશે. તેની ક્ષમતા એક કલાકમાં 1200 લોકોને લઇ જવાની હશે, જે બાધમાં વધારીને 1800 લોકોને લઇ જવાની કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button