કંગના રનૌતે ફરી છંછેડયા અભિનેત્રી અને સાંસદ જયા અમિતાભ બચ્ચનને, કહ્યું કે…
ખૂબ જ સારા અભિનેત્રી અને સાંસગ જયા બચ્ચન થોડા દિવસો પહેલા સમાચારોમાં ચમક્યા હતા. રાજ્યસભામાં તેમને સ્પીકર દ્વારા જયા અમિતાભ બચ્ચન સંબોધવામાં આવતા તે વિફર્યા હતા અને આને સ્ત્રી સ્વતંત્રતા સાથે જોડી દેતા વિવાદ થયો હતો. હવે અભિનેત્રી અને બોલવામાં કોઈનું ન વિચારતી કંગના રનૌતે આ વાતને ફરી છેડી છે એટલે ફરી વિવાદ થાય તો નવાઈ નહીં.
કંગના પોતાની આગામી ફિલ્મ ઈમરજન્સીના પ્રમોશનમાં બિઝી છે. આથી તે અલગ અલગ માધ્યમોમાં ઈન્ટરવ્યુ આપી રહી છે. તેનાં એક ઈન્ટરવ્યુમાં તેણે જયા બચ્ચન વિશે વાત કરી હતી.
તેણે કહ્યું કે સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રકૃતિએ એક સરસ મજાનું અંતર રાખ્યું છે, પરંતુ આપણા સમાજમાં આજકાલ ફેમિનિઝમને નામે મહિલાઓ ખોટી દિશામાં જઈ રહી છે. લોકો અહંકારી થઈ રહ્યા છે. તેમને લાગી રહ્યું છે કે મારી ઓળખ ક્યાંક છૂટી રહી છે, લોકોને પેનિક અટેક આવે છે.
આ પણ વાંચો : કંગના રનૌત સામે નવી આફતઃ ઈમરજન્સી રિલીઝ થશે કે નહીં?
લોકો ડરી ગયા છે.
અગાઉ જયા બચ્ચને કંગના વિરુદ્ધ ટીપ્પણી કરી છે ત્યારે કંગનાએ તેમનું નામ લીધા વિના બદલો લીધો હોવાનું કહેવાય છે.
કંગનાની ફિલ્મ ઈમરજન્સીની વાત કરીએ તો હાલમાં તે વિવાદોમાં સપડાઈ છે. એક તરફ શીખ સમુદાય તેનો વિરોધ કરી રહી છે અને બીજી બાજુ હજુ તેને સેન્સર બૉર્ડ તરફથી સર્ટિફિકેટ પણ મળ્યું નથી. આ ફિલ્મ ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી પર આધારિત છે. કંગના ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં ખૂબ જ પ્રભાવશાળી દેખાઈ રહી છે. ફિલ્મ છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની જાહેરાત થઈ છે.