નેશનલ

કમલ હસનની કમાન છટકીઃ પાર્ટી મિટિંગમાં થયેલી ગરમાગરમીનો વીડિયો વાયરલ…

ચેન્નઈ: અભિનેતા અને મક્કલ નીધિ મયમ (MNM)ના પાર્ટીના અધ્યક્ષ કમલ હાસન આજે એક કાર્યક્રમ દરમિયાન ભેટ સોગત આપનાર વ્યક્તિ પર ગુસ્સો થયા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન ઘણા લોકો તેમને ભેટ આપવા માટે સ્ટેજ પર આવે છે, ત્યારે આ ગરમીનો માહોલ સર્જાય છે. ઉગ્રતા વધતા ક્રાર્યક્રમને વચ્ચેથી થોડા સમય માટે રોકી દેવામાં આવે છે. પાર્ટીના સભ્યો અને પોલીસ દ્વારા સંપૂર્ણ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.

આ ઘટનાનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં કેટલાક લોકો કમલ હાસનને તલવાર ભેટ સ્વરૂપ આપવા માટે આવે છે. ત્યારે સ્ટેજ પર ભીડ વધી જાય છે. શરૂઆતમાં કમલ હાસન હસીને તલવાર સ્વીકારે છે, થોડા સમયમાં ભીડ વચ્ચે લોકો સાથે ફોટા પણ પડાવે છે. પરિસ્થિતિ અસ્તવ્યસ્ત થયા બાદ, તેમણે એક વ્યક્તિને ગુસ્સાથી તલવાર નીચે મૂકવા કહ્યું હતું. તેમનો ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો, કારણ કે ભીડના કારણે બેઠકમાં અવ્યવસ્થા સર્જાઈ હતી.

પોલીસ અધિકારીએ તુરંત હસ્તક્ષેપ કરીને તલવારને કબજે કરી અને તેને બાજુએ મૂકી દીધી. આ દરમિયાન, જે વ્યક્તિએ તલવાર ભેટ આપી હતી, તે કમલ હાસન સાથે હાથ મિલાવવા સાથે ફોટો પડાવવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. પછી સુરક્ષા કર્મચારીઓએ તેને સ્ટેજ પરથી નીચે ઉતાર્યો. ઉલ્લેખનીય છે કે, કમલ હાસનની ત્વરિત પ્રતિક્રિયા અને પોલીસના હસ્તક્ષેપથી પરિસ્થિતિ વધુ વણસી નહોતી.

આપણ વાંચો : કમલ હસને રાજ્યસભાની ચૂંટણીમાં નોંધાવી ઉમેદવારી, તમિલનાડુની 6 ખાલી બેઠકો માટે યોજાશે ચૂંટણી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button