ટીએમસીમાં આંતરિક કલહ: મહુઆ મોઇત્રાના લગ્ન પર કલ્યાણ બેનર્જીની વિવાદાસ્પદ ટિપ્પણી
કોલકાતા ગેંગરેપ ઘટના બાદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો, ટીએમસી નેતાઓ આમનેસામને

કોલકાતાઃ કોલકાતામાં એક લો કોલેજની વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ થયાની ઘટના બની છે, જેને લઈ હવે પશ્ચિમ બંગાળની રાજનીતિમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ હવે ટીએમસી (તૃણમુલ કોંગ્રેસ પાર્ટી)ના નેતાઓમાં અંદરોઅંદરો વિવાદ શરૂ થયો છે. આ ઘટનાએ શાસક તૃણમુલ કોંગ્રેસના આંતરિક ઝઘડા પ્રકાશમાં આવી રહ્યાં છે. ટીએમસી પાર્ટીના નેતાઓ હવે આ સામૂહિક દુષ્કર્મની ઘટના પર એકબીજાને નિશાન સાંધી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને એકબીજા પર વાક્ પ્રહારો કરવામાં આવી રહ્યાં છે.
બેનર્જી અને મદન મિત્રાની નિવેદનોને મોઇત્રાએ ઘૃણાસ્પદ ગણાવ્યા
ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને ધારાસભ્ય મદન મિત્રા દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ટીએમસીએ વિવાદાસ્પદ ટિપ્પણીઓ મામલે દૂરી બનાવી લીધી છે, ત્યારે પાર્ટીના સાંસદ મહુઆ મોઇત્રાએ તેમના નિવેદનોને ઘૃણાસ્પદ ગણાવ્યા છે અને કહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ આવા નિવેદનો અંગે અન્ય પક્ષોથી અલગ છે, પછી ભલે તેઓ ગમે તે કરે. આખરે આવા મુદ્દાઓ પર પણ શા માટે રાજનીતિ કરવામાં આવી રહી છે? તે એક પ્રશ્ન છે.
આ પણ વાંચો: મમતા બેનર્જીની ટીએમસીની સ્પષ્ટતા, યુસુફ પઠાણ સહિત કોઇપણ સાંસદ પ્રતિનિધિમંડળમાં સામેલ નહિ થાય
મોઇત્રાએ મારા પર પરિવાર તોડવાનો આરોપ લગાવ્યો
મહત્વની વાત એ છે કે સાંસદ કલ્યાણ બેનર્જીએ મહુઆ મોઇત્રા પર વ્યક્તિગત ટિપ્પણીઓ કરતી વખતે ઘણી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે. બેનર્જીએ કહ્યું કે, ‘મહુઆ મોઇત્રા નવા નવા લગ્ન કરીને હનીમૂન પર ગઈ હતી અને હનીમૂનથી પાછા ફર્યા પછી તરત જ તેમણે મારા પર વાક્ પ્રહાર કર્યો છે. તેમણે મારા પર પરિવાર તોડવાનો પણ આરોપ લગાવ્યો છે’. ગયા મહિને મહુઆ મોઇત્રાએ ભૂતપૂર્વ બીજેડી સાંસદ અને વરિષ્ઠ વકીલ પિનાકી મિશ્રા સાથે બર્લિનમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન મામલે સાંસદ કલ્યાણ બેનર્જીએ અપમાનજનક ટિપ્પણી કરી છે.
આ પણ વાંચો: West Bengal માં ભાજપને મોટો આંચકો, મહિલા ધારાસભ્ય તાપસી મંડલ ટીએમસીમા જોડાયા…
લગ્ન વિષયક ટિપ્પણી કરી બેનર્જીએ વિવાદ સર્જ્યો
સાંસદ કલ્યાણ બેનર્જીએ એક્સ પર પોસ્ટ કરીને મહુઆ મોઇત્રાને જવાબ પણ આપ્યો હતો. એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘મહુઆ મોઇત્રા હનીમૂન મનાવીને ભારત આવી છે અને આવતાની સાથે મારી સાથે ઝઘડો કરવા લાગી છે. તે મારા પર મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવે છે. તે શું છે? મોઇત્રાએ પોતે કોઈના 40 વર્ષ જૂના લગ્ન તોડીને 65 વર્ષના પુરુષ સાથે લગ્ન કર્યા, શું તેણે તે સ્ત્રીને દુઃખ નથી પહોંચાડ્યું?’ સાંસદ કલ્યાણ બેનર્જીએ મોઇત્રા પર લગ્ન વિષયક ટિપ્પણી કરીને ફરી વિવાદ છંછેડ્યો છે.