શું જ્યોતિ મલ્હોત્રા ખરેખર પાકિસ્તાન માટે જાસૂસી કરતી હતી? 2500 પાનાની ચાર્જશીટમાં થયો ખુલાસો | મુંબઈ સમાચાર
નેશનલ

શું જ્યોતિ મલ્હોત્રા ખરેખર પાકિસ્તાન માટે જાસૂસી કરતી હતી? 2500 પાનાની ચાર્જશીટમાં થયો ખુલાસો

નવી દિલ્લીઃ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યારે મોટી અપડેટ પ્રકાશમાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જ્યોતિ મલ્હોત્રા કેસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. આ ચાર્જશીટમાં જ્યોતિ પર જે આરોપ લગાવવામાં આવ્યાં હતા તેની વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચાર્જશીટના આધારે જ્યોતિ મલ્હોત્રાનું પાકિસ્તાન કનેક્શન પ્રકાશમાં આવ્યું છે.તેનો અર્થ એ છે કે, જ્યોતિ મલ્હોત્રાએ ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને આપી હતી તે વાત હકીકત છે.

જ્યોતિ મલ્હોત્રા ઘણા સમયથી પાકિસ્તાની જાસૂસના સંપર્કમાં હતી

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યોતિ મલ્હોત્રા કેસની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી.આ કેસમાં પોલીસે અત્યારે 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે. આ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન માટે જાસૂસી કરી રહી હતી, જેના પુરાવા પણ પોલીસે એકઠા કરી લીધા છે.જ્યોતિ મલ્હોત્રા છેલ્લા ઘણાં સમયથી પાકિસ્તાનની એજન્ટોને ભારતની સંવેદનશીલ જાણકારી આપી હતી.એટલું જ નહીં પરંતુ તે પાકિસ્તાની એજન્ટો સાથે નિયમિત રીતે સંપર્કમાં હતી તેવો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: જાસૂસી કેસ: યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને ઝટકો, હિસાર કોર્ટે જામીન અરજી ફગાવી

16મી મે ના રોજ થઈ હતી જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ

આ કેસની વાત કરવામાં આવે તો,હિસાર પોલીસે 16મી મે ના રોજ જાસૂસીના આરોપમાં જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, પહેલા તો જ્યોતિ મલ્હોત્રા યુટ્યુબમાં વ્લોગ અને સામાન્ય વીડિયો બનાવતી હતી. પરંતુ જ્યારે વીડિયો બનાવવા માટે પાકિસ્તાન જઈ ત્યાંર બાદ તે પાકિસ્તાની ખુફિયા અધિકારીઓના સંપર્કમાં આવી હતી.જ્યારે જ્યોતિના ફોનની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, ભારતમાં રહેતા પાકિસ્તાનની જાસૂસ એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ અલી સાથે અનેક વખત વાત કરેલી છે.

આ પાકિસ્તાની જાસૂસો સાથે સંપર્કમાં હતી જ્યોતિ મલ્હોત્રા

મહત્વની વાત એ છે કે, એસઆઈટીની આ ચાર્જશીટમાં શાકિર, હસન અલી અને નાસિર ઢિલ્લા સાથે જ્યોતિ વધુ સંપર્કમાં હતી તેવું પ્રમાણિત થયું છે.એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે, જ્યોતિ મલ્હોત્રા નવેમ્બર 2023થી પાકિસ્તાની જાસૂસ એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ અલીના સંપર્કમાં આવી હતી. અત્યારે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. બાકીની કાર્યવાહી કોર્ટમાં સુનાવણી અને ચુકાદા બાદ જાણવા મળશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button