નેશનલ

જ્યોતિ જાસૂસનું પાકિસ્તાન સાથેનું નવું કનેક્શન બહાર આવ્યું, જુઓ વાયરલ વીડિયો

ચંદીગઢ: હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની જાસૂસીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડવાનો ગંભીર આરોપ છે. જ્યોતિની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર તેમના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી એક વીડિયોમાં તેઓ પાકિસ્તાન હાઈ કમિશનમાં યોજાયેલી ઇફ્તાર પાર્ટીમાં હાજર રહી હતી અને ત્યાં લોકોને મળીને પાકિસ્તાન જવાની ઈચ્છા વ્યક્ત કરતી જોવા મળે છે.

પાકિસ્તાન એમ્બેસીમાં ઇફ્તાર ડિનર પાર્ટી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન એમ્બેસીમાં ઇફ્તાર ડિનર પાર્ટીમાં ભાગ લેતી જોવા મળી રહી છે. ત્યાં તેઓ દાનીશ નામના વ્યક્તિને મળીને ખુશ થતી અને એમ્બેસીનાં વખાણ કરતી નજરે પડે છે. દાનીશ વીડિયોમાં જ્યોતિને એમ્બેસીના અન્ય લોકો સાથે, જેમાં એક સીડીએ પણ સામેલ છે, તેમનો પરિચય કરાવતો જોવા મળે છે.

મુજે ભી એકબાર પાકિસ્તાન જાના હૈ

આ સાથે જ વીડિયોમાં જ્યોતિ ત્યાં હાજર એક મહિલાનો પાકિસ્તાનના પ્રવાસના અનુભવ અંગે પૂછે છે. જેના જવાબમાં મહિલાએ તેનો સારો અનુભવ રહ્યો હોવાનું જણાવતા જ્યોતિ કહે છે, “હાય, મેરા ભી જાને કા બહુત મૂડ હૈ. મુજે ભી એકબાર પાકિસ્તાન જાના હૈ.” આ વીડિયો પર લોકો તરફથી ભારે કોમેન્ટ મળી રહી છે.

લોકો કરી રહ્યા છે કોમેન્ટ

આ સાથે જ આ વીડિયોમાં યુઝર્સ અનેક કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ન માત્ર તે, પરંતુ આ પાર્ટીના મોટાભાગના લોકો શંકાસ્પદ છે અને તેમના પર નજર રાખવી જોઈએ.” અન્ય એકે કમેન્ટ કરી, “ઇન્ડિયા પણ વિચારી રહ્યું છે – સાંપ પાળી રાખ્યા છે જનાબ.” જ્યારે એક યુઝરે આ વીડિયોમાં હાજર તમામ લોકોની તપાસની માંગ કરી છે.

આ પણ વાંચો…જાસૂસ જ્યોતિની પાકિસ્તાની જાસૂસ સાથે લગ્નની ચેટ વાયરલ, દેશદ્રોહના વધુ ખુલાસા?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button