નેશનલમનોરંજન

Justice for Sushant: સુશાંત સિંહ રાજપૂતની ચોથી પુણ્યતિથિએ બહેન શ્વેતા અને મિત્રોએ ભાવુક પોસ્ટ કરી

મુંબઈ: 14 જૂન 2020ના રોજ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુના સમાચાર મળતા દેશભરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આજે 14મી જુન 2024ના દિવસે સુશાંતના નિધનને 4 વર્ષ થયા છે. સુશાંતના પરિવાર ઉપરાંત બોલિવૂડના કલાકારો અને સુશાંતના ચાહકો તેને યાદ કરીને ભાવુક થઈ રહ્યા છે. અંકિતા લોખંડેએ સુશાંતનો ફોટો શેર કરીને એક સ્ટોરી પોસ્ટ કરી છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.

સુશાંત સિંહ રાજપૂતની પુણ્યતિથિ પર ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. અંકિતા લોખંડેએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર સુશાંતનો ફોટો પોસ્ટ કર્યો છે. ‘પવિત્ર રિશ્તા’ ટીવી સિરિયલમાં અંકિતા લોખંડે અને અંકિતા સાથે જોવા મળ્યા હતા. અંકિતાએ ‘અર્ચના’ જ્યારે સુશાંત’માનવ’નું પાત્ર ભજવ્યું હતું. આ શોથી બંનેને ઘણી લોકપ્રિયતા મળી હતી.

સુશાંતની બહેન શ્વેતાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભાઈ સુશાંતનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સુશાંત તેની બહેનો સાથે સમય પસાર કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોના કેપ્શનમાં શ્વેતાએ ઈમોશનલ નોટ લખીને લખ્યું કે, ‘ભાઈ, તમે અમ છોડીને ગયાના 4 વર્ષ થઈ ગયા અને અમને હજુ પણ ખબર નથી કે 14 જૂન, 2020ના રોજ શું થયું હતું. તમારું મૃત્યુ રહસ્ય જ રહ્યું. મેં સત્ય જાણવા માટે અસંખ્ય વખત પ્રસાશનને અપીલ કરી છે.’

શ્વેતા સિંહ કીર્તિએ આગળ કહ્યું- ‘હું મારી ધીરજ ગુમાવી રહી છું અને હવે હું ધીમે ધીમે હાર માની રહી છું. પરંતુ આજે છેલ્લી વખત હું દરેક વ્યક્તિને પૂછવા માંગુ છું જે આ મામલે મદદ કરી શકે. તમારા હૃદય પર હાથ રાખીને તમારી જાતને પૂછો, શું આપણે એ જાણવાને હકદાર નથી કે મારા ભાઈ સુશાંત સાથે શું થયું? આ એક રાજકીય એજન્ડા કેમ બની ગયો છે? હું આજીજી કરું છું. અમને તમારા પરિવાર તરીકે માનો અને અમને આગળ વધવામાં મદદ કરો.”

સુશાંતની બીજી પોસ્ટ શેર કરતા શ્વેતાએ લખ્યું- ‘શું આ ક્રૂર દુનિયામાં પ્રેમ કરવો તેની ભૂલ હતી? સુશાંત સાથે અન્યાય થયાને 4 વર્ષ થઈ ગયા છે. શું તે આને લાયક જ હતો?’ શ્વેતા સિંહ કીર્તિની આ પોસ્ટ પર ફેન્સ પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.”

સુશાંતના નજીકના મિત્ર અને અભિનેતા મહેશ શેટ્ટીએ પણ તેના માટે ન્યાયની માંગ કરતી પોસ્ટ શેર કરી હતી. મહેશ શેટ્ટીએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું- ‘ક્યાં સુધી? હું હજી કેટલું વિચારું છું? વધુ એક વર્ષ પસાર થાય છે… સમય બધું ઠીક કરે છે, પરંતુ પ્રશ્નો મને પરેશાન કરતા રહે છે,જેનાથી બધું મુશ્કેલ થઇ જાય છે… હું રાહ જોઉં છું, દેશના કાયદામાં હું મારો વિશ્વાસ રાખું છું…. સુશાંતને ક્યારે ન્યાય મળશે તે અમે હકદાર છીએ?

આજથી ચાર વર્ષ પહેલા 34 વર્ષની ઉંમરના સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાંથી મળ્યો હતો. મુંબઈ પોલીસે સુશાંતના મૃત્યુનું કારણ આત્મહત્યા તરીકે જાહેર કર્યું હતું, જોકે અભિનેતાના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેની હત્યા કરવામાં આવી હતી. પરંતુ 4 વર્ષ પછી પણ સુશાંત સિંહ રાજપૂતનું મોત રહસ્ય જ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા