કોણ બનશે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ? CJI ગવઈએ આ ન્યાયધીશની ભલામણ કરી | મુંબઈ સમાચાર
નેશનલ

કોણ બનશે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ? CJI ગવઈએ આ ન્યાયધીશની ભલામણ કરી

નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ 23 નવેમ્બરના રોજ નિવૃત્ત થવાના છે, એવામાં આગામી CJI નિમણૂકની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. આજે અગામી CJI પદ માટે તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ ન્યાયાધીશ સૂર્યકાંતના નામની સત્તાવાર રીતે ભલામણ કરી છે. મંજૂરી મળતા ન્યાયાધીશ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ બનશે, તેઓ 14 મહિના એટલે કે જે 9 ફેબ્રુઆરી, 2027 સુધી સેવા આપશે.

હાલ સુપ્રીમ કોર્ટમાં CJI ગવઈ બાદ ન્યાયધીશ સૂર્યકાંત સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. 23 નવેમ્બરના રોજ CJI ગવઈની નિવૃત્તિ બાદ વરિષ્ઠતાને આધારે તેઓ આગામી CJI બનશે. CJI ગવઈ ન્યાયધીશ સૂર્યકાંતનું નામ કેન્દ્ર સરકાર સમક્ષ મુખ્યું છે. આ CJI ગવઈ ભલામણ પત્રની એક નકલ ન્યાયધીશ જસ્ટિસ કાંતને સોંપશે.

આ તારીખથી પદ સંભાળશે:

પરંપરા અનુસાર 23 ઓક્ટોબરના કેન્દ્ર સરકારે CJI ગવઈને પત્રને મોકલીને તેમના અનુગામીના નામની ભલામણ કરવા વિનંતી કરવામાં કરી હતી, ત્યાર બાદ CJI ગવઈને સરકારને ભલામણ કરી છે. CJI ગવઈએ મોકલેલી ભલામણ બાદ સરકાર 24 નવેમ્બરથી જસ્ટિસ સૂર્યકાંતને ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવા માટે ટૂંક સમયમાં એક જાહેરનામું બહાર પાડશે.

CJI ગવઈએ ન્યાયાધીશ કાંત અનેગ શું કહ્યું?

અહેવાલ મુજબ CJI ગવઈએ ન્યાયાધીશ કાંતને સુકાન સંભાળવા યોગ્ય અને સક્ષમ ગણાવ્યા. ન્યાયાધીશ ગવઈએ કહ્યું કે તેમની જેમ ન્યાયાધીશ કાંત જીવનના દરેક તબક્કે સંઘર્ષમાંથી પસાર થયા છે, તેથી તેઓ લોકોના દુઃખ અને વેદનાને સારી રીતે સમજી શકશે.

ન્યાયાધીશ સૂર્યકાંતની કારકિર્દી:

ન્યાયાધીશ સૂર્યકાંત હરિયાણાથી આવતા પહેલા CJI બનશે. તેઓ 38 વર્ષની ઉંમરે હરિયાણાના સૌથી યુવા એડવોકેટ જનરલ બન્યા હતાં. 42 વર્ષની ઉંમરે 2004 માં તેઓ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ન્યાયાધીશ બન્યા હતાં. આ પદ પર રહેતા તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો, 2011 માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીના ડિરેક્ટોરેટ ઓફ ડિસ્ટન્સ એજ્યુકેશનમાંથી કાયદામાં માસ્ટર ડિગ્રી મેળવી.

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટનામાં 14 વર્ષ સુધી સેવા આપ્યા બાદ જસ્ટિસ કાંતને ઓક્ટોબર 2018 માં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 24 મે, 2019ના રોજ તેમને સુપ્રીમ કોર્ટમાં ન્યાયધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

આ પણ વાંચો…‘તમારા અસીલો ઝડપથી નારાજ થઈ જાય છે’; સુનાવણી દરમિયાન CJI ગવઈએ આવું કેમ કહ્યું?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button