જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત અને વિશેષતાઓ જણાવવામાં આવી છે અને ગ્રહોના રાજકુમાર બુધને જ્યોતિષશાસ્ત્રમાં વાણી અને બુદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. બુધને એવા ગ્રહો માનવામાં આવે છે જે લોકોને સારું સ્વાસ્થ્ય અને આરામ આપે છે. જે લોકોની કુંડળીમાં બુધનું સ્થાન એકદમ બળવાન હોય છે તેમને ક્યારેય નોકરી, વેપાર અને રાજનીતિમાં મોટી સફળતા મેળવે છે.
જો બુધ અને ગુરુ કોઈ પણ રાશિમાં એકસાથે હાજર હોય તો ધંધો ઝડપથી ચાલવા લાગે છે. બુધ પહેલી ફેબ્રુઆરી, 2024ના રોજ બપોરે 2:08 વાગ્યે મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે અને આ ગોચરની તમામ 12 રાશિઓ પર અલગ-અલગ અસર જોવા મળશે.
આજે અમે તમને અહીં એવી ત્રણ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમનું ભાગ્ય પહેલી ફેબ્રુઆરીથી પલટી મારી રહ્યું છે અને આ ત્રણેય રાશિ પર બુધના ગોચરની શુકનિયાળ અને સારી અસર જોવા મળશે. આવો જોઈએ કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ…
મેષ
મકર રાશિમાં બુધનું ગોચર મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુકનિયાળ સાબિત થવા જઈ રહ્યું છે. આ રાશિના લોકોને નવી નોકરી માટે ઓફર લેટર મળી શકે છે. વિદેશમાં નોકરીની સારી એવી તક પણ બની શકે છે. તમે તમારી બુદ્ધિ અને કૌશલ્યનો ઉપયોગ કરીને બીજાને પ્રભાવિત કરી શકશો. કાર્યસ્થળ પર તમે તમારા પ્રતિસ્પર્ધીઓને સખત સ્પર્ધા આપી શકશો. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે.
મિથુનઃ
મિથુન રાશિના જે લોકો બિઝનેસ સાથે સંકળાયેલા છે એમના માટે પહેલી ફેબ્રુઆરી પછીનો સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. શેરબજાર સાથે સંકળાયેલા લોકોને આ સમયગાળા દરમિયાન ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. તમારા પ્રમોશન અને ઇન્ક્રિમેન્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે. આંખમાં દુઃખાવો કે પછી કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન થઈ શકે છે, પરિણામે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. બહારનું ખાવાનું ટાળો.
સિંહઃ
બુધના ગોચરને કારણે સિંહ રાશિના લોકો જે પણ કામ હાથમાં લેશે તેમાં તેમને સફળતા મળવાની પૂરેપૂરી શક્યતા છે. કામના સ્થળે એમની મહેનત અને સમર્પણની પ્રશંસા થશે. નોકરીમાં પ્રમોશનની સાથે સાથે જ નવી જવાબદારીઓ મળી શકે છે. પરિવાર સાથે કોઈ તીર્થ સ્થાનની યાત્રા પર પણ જઈ શકો છો. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં સખત વધારો થઈ શકે છે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.