જેપી નડ્ડાનો કોંગ્રેસ પર આકરો પ્રહાર: ગોળીઓ ખાતા રહ્યા અને બિરયાની ખવડાવતા રહ્યા…

નવી દિલ્હીઃ રાજ્યસભામાં સરકાર અને વિપક્ષના નેતાઓની વચ્ચે અનેક મુદ્દે એકબીજા પર વાક્ પ્રહારો કર્યાં હતાં. ઓપરેશન સિંદૂર પર કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ સરકારને અનેક રીતે ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. તેના સામે સરકારે પણ વિપક્ષ પર વાક્ પ્રહાર કરી રહી છે. કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડાએ ફરી કોંગ્રેસની તત્કાલીન સરકાર પર આતંકવાદ સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં વિપક્ષના દરેક પ્રશ્નનો જવાબ આપ્યો છે. રાજ્યસભામાં કોંગ્રેસ પોતાના જ પ્રશ્નોમાં ઘેરવામાં આવી હતી.
કોગ્રેસ દરેક વખતે આતંકવાદ સામે હારી
કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડાએ કહ્યું હતું કે 2005માં દિલ્હી સીરિયલ બ્લાસ્ટ, 2006 વારાણસી આતંકી હુમલો અને 200માં મુંબઈ લોકલ ટ્રેનોમાં થયેવાા બોમ્બ બ્લાસ્ટ સામે તત્કાલીન સરકારે કોઈ કાર્યવાહી કરી નથી! સંસદમાં જેપી નડ્ડાએ કોંગ્રેસની તત્કાલીન સરકાર પર આક્ષેપ કર્યો કે, તત્કાલીન સરકારોએ LoC પાર કરવા માટે ‘ટ્રિપલ-એન્ટ્રી પરમિટ’ આપી હતી, જેનાથી આતંકવાદીઓની ઘૂસણખોરીને પ્રોત્સાહન મળ્યું હતું. એક આક્ષેપ એવો પણ કર્યો કે પાકિસ્તાન આપણી સેના પર ગોળીઓ ચલાવતા હતા અને કોંગ્રેસની તત્કાલીન સરકાર તેમને બિરયાની ખવડાવતી હતી.
નડ્ડાએ કોંગ્રેસના પૂર્વ રક્ષા પ્રધાન પર કટાક્ષ કર્યો
જેપી નડ્ડાએ પાકિસ્તાન મુદ્દે કોંગ્રેસ સરકાર પર અનેર વાક્ પ્રહાર કર્યાં હતાં. રાજ્યસભામાં નડ્ડાએ કોંગ્રેસના પૂર્વ રક્ષા પ્રધાન પર પણ કટાક્ષ કર્યો હતો. કહ્યું કે, ભારતના પૂર્વ રક્ષા પ્રધાન એવું કહેતા હતાં કે ભારતની નીતિ એવી છે કે, ‘સીમાઓનો વિકાસ ના કરવો સૌથી મોટો બચાવ છે. અવિકસિત સીમાઓ વિકસિત સીમાઓ કરવા વધારે સુરક્ષિત હોય છે’. કેન્દ્ર સરકારના વખાણ કરતા જેપી નડ્ડાએ કહ્યું કે, ભારતમાં ભાજપાની સરકાર બન્યાં પછી 2014થી 2025 સુધીમાં જમ્મુ અને કાશ્મીરને છોડીને દેશમાં આતંકવાદી હુમલાઓ બંધ થઈ ગયાં છે.
સર્જિકલ સ્ટ્રાઈક મામલે કેન્દ્ર સરકારની કરી પ્રશંસા
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ રાજ્યસભામાં ઉરી સર્જિકલ સ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેપી નડ્ડાએ કહ્યું કે આઝાદી બાદ પહેલા કોઈ એવા વડા પ્રધાન હતા જેમને જાહેરમાં કહ્યું હતું કે, આતંકવાદીઓને છોડવામાં નહીં આવે! વડા પ્રધાને કહેલી આ વાતના ત્રણ દિવસ બાદ ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી અને આતંકી ઠેકાણાંઓ ધ્વંસ્ત કરી દીધી હતા. જેપી નડ્ડાએ દરેક મુદ્દે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યાં હતાં. અત્યારે લોકસભા અને રાજ્યસભામાં ભારતે પાકિસ્તાન પર કરેલા ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે.